મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના મહીકા ગામ નજીકથી પોલીસે પીછો કરીને દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક આરોપીને દબોચ્યો: 5.95 લાખનો મુદામાલ કબ્જે હળવદના રણજીતગઢ ગામે રિસેસમાં શાળાએથી ઘરે જતી બાળકીનું રસ્તામાં સાયકલ ઉપરથી નીચે પડી જતાં મોત વાંકાનેર નજીક કેરાળાના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની શાળામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓનો કાર્યક્રમ યોજાયો


SHARE









ટંકારાના સજનપર ગામની શાળામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓનો કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાના સજનપર ગામની "શ્રી સજનપર સરકારી પ્રાથમિક શાળા" માં આઇ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ કરવામાં આવેલ હતી. આઇ.સી.ડી.એસ મહિલા અને બાળ વિભાગ દ્વારા આંગણવાડીમાં કરવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓથી માતા પિતા વાલી, જનસમુદાયને માહિતગાર કરવાનો હેતુસર ” બાળક પાલક સર્જન” કાર્યક્રમ દ્વારા બાળકોનાં નામાંન માં વધારો થાય છે અને વાલીઓ સાથે મળીને પ્રવૃતિ કરે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

તે અંતર્ગત આઇડીસીએસ ઘટક ટંકારાના દરેક આવા કેન્દ્ર પર ૧૧ તારીખના રોજ આવા કેન્દ્રમાં આવતા ત્રણ થી છ વર્ષના બાળકો અને વાલી માટે “પાલક પાલક સર્જન” કાર્યક્રમ આયોજન કરી બાળકોના છાપકામ, ચિકન કામ, કોલેજ કામ, ખાલી બોટલમાં પાણી રેતી કરાવી જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવેલ દરેક આવા કેન્દ્ર પર બાળકોના વાલીઓ પંચાયતના સરપંચઓ, ઉપસરપંચઓ સભ્યઓ વગેરે અગ્રણીઓ મહેમાન તરીકે હાજર રહેલ હતા અને આઇડીસીએસ ઘટક ટંકારા કચેરીનો ઘટક કક્ષાનો કાર્યક્રમ સર્જન પર આ.વા. કેન્દ્ર પર કરવામાં આવેલ જેમાં આઇડીસીએસ શાખાના બાળ વિકાસ યોજના અધિકારી તેજલ દેકાવાડીયા, મુખ્ય સેવિકા રાજેશ્રીબેન પૂર્વ પ્રાથમિક શિક્ષણ કોર્ડીનેટર નુસરત બહેન સજનપર ગ્રામ પંચાયત સરપંચ હાજર રહેલ સમગ્ર કાર્યક્રમમાં આશા વર્કર જોષી ચાંદનીબેન, હેલ્પર પ્રભાબેન, સરવૈયા જાનાબેન અને આશા વર્કર જયશ્રીબેન સહિતનાએ જહેમત ઉઠાવેલ હતી




Latest News