મોરબી નજીક છરીની અણીએ કરવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ બે આરોપીઓના જામીન મંજૂર મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર માળીયા (મી)ના પીઆઇ આર.સી.ગોહિલનું તલવાર આપીને કરવામાં આવ્યું સન્માન મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની માહિતી-માર્ગદર્શન અપાયું માળીયા (મી)ના બગસરા ગામે ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું મોરબીમાં સરવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું મોરબી જીલ્લામાં આવતી નર્મદાની કેનાલમાં શનિવારથી પાણી છોડવાનું બંધ: ખેડૂતોને કેનાલ આધારે વાવેતર ન કરવા અપીલ મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું ઉદઘાટન
Breaking news
Morbi Today

મોરબી નગરપાલીકાએ સિવિલ કોર્ટમાં સીપીસીઓ-૭, રૂલ-૧૧(ડી) મુજબ દાવો રદ કરવા કરેલ અરજી સિવિલ કોર્ટે ફગાવીને રદ કરી


SHARE











મોરબી નગરપાલીકાએ સિવિલ કોર્ટમાં સીપીસીઓ-૭, રૂલ-૧૧(ડી) મુજબ દાવો રદ કરવા કરેલ અરજી સિવિલ કોર્ટે ફગાવીને રદ કરી

મોરબીમાં "આલાપ પાર્ક' ના પ્લોટ નંબર-૨૮૮ ચો.મી.૮૮-૭૬ ના ક્ષેત્રફળની જમીનમાં રહેણાંક મકાનનું બાંધકામ કરવા વાદી નિતાબેન રવજીભાઈ પાડલીયાએ પ્રતિવાદી નંબર-૩ મોરબી નગરપાલીકા પાસે ડેવલોપમેન્ટ પરમીશન મેળવી બાંધકામ શરૂ કરતા પ્રતિવાદી નંબર-૧ ઘનશ્યમભાઈ લક્ષ્મણભાઈ ફુલતરીયા તથા પ્રતિવાદી નંબર-૨ અંબારામભાઈ લક્ષ્મણભાઈ ફુલતરીયાએ ખોટી રીતે મોરબી નગરપાલીકામાં બાંધકામ અટકાવવા અરજી કરતા પ્રતિવાદી નંબર-૩ એ વાદીને આપેલ ડેવલોપમેન્ટ પરમીશન રદ કરી નળ કનેકશન કાપેલ અને પ્રતિવાદી નંબર-૪ પીજીવીસીએલ દ્રારા વીજ કનેકશન કાપતા વાદી નિતાબેનએ નામદાર સિવિલ કોર્ટમાં ડેકલેરેશન તથા કાયમી મનાઈ હુકમ મેળવવા રે.દિ.કેશ નં-૭૦/૨૦૨૪ થી દાવો દાખલ કરતા પ્રતિવાદી નંબર-૩ એ સિવિલ કોર્ટમાં સી.પીસીઓ-૭ તથા રૂલ-૧૧(ડી) મુજબ વાદીનો દાવો રદ કરવા અરજી કરી હતી.

પ્રતિવાદી નંબર-૩ એ અરજીમાં જણાવેલ કે વાદીએ મોરબી નગરપાલીકા સામે દાવો માંડતા પહેલા ગુજરાત મ્યુનીસીપાલીટી એકટની કલમ-૨૫૩ હેઠળ પ્રથમ નોટીશ આપવાની હોય પછી ૧-માસ બાદ મોરબી નગરપાલીકા સામે દાવો દાખલ કરવાનો હોય જેથી વાદીએ આ દાવો પ્રતિવાદી નંબર-૩ ને નોટીશ આપ્યા વગર દાખલ કરેલ હોય રદ કરવા અરજી કરેલ.જેથી વાદીના એડવોકેટ એ પ્રતિવાદી નંબર-૩ ની અરજી સામે વાંધા તથા દલીલ રજુ કરી નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા નામદાર સુપ્રિમ કોર્ટના અલગ-અલગ ચુકાદા રજુ રાખેલ જે ધ્યાને લઈ નામદાર સિવિલ કોર્ટે તારણ કાઢેલ કે વાદીને પ્રતિવાદી નંબર-૩ અને અન્ય પ્રતિવાદીઓ સામે હાલનો દાવો કરવાનું કારણ ઉત્પન્ન થયાના છ મહિનાના સમયગાળાની અંદર ૧૬ દિવસમાં જ વાદી દ્વારા હાલનો દાવો કરવામાં આવેલ છે. તે સંજોગોમાં વાદીના હાલના દાવાને ગુજરાત મ્યુનીસીપલ એકટની કલમ-૨૫૩ ની કોઈ જોગવાઈઓનો બાદ નડતો નથી આમ વાદીએ દાવાનું કારણ ઉત્પન્ન થયાના છ મહિનાના સમયગાળાની અંદર ૧૬ દિવસમાં જ પ્રતિવાદી નંબર-૩ મોરબી નગરપાલીકાની સામે દાવો લાવેલ હોય વાદીએ પ્રતિવાદી નં-૩ મોરબી નગરપાલીકાને ગુજરાત મ્યુનીસીપલ એકટની કલમ-૨૫૩ મુજબની કોઈ નોટીસ આપવાની આવશ્યકતા રહેતી નથી.જે કારણસર નામદાર સિવિલ કોર્ટે પ્રતિવાદી નં-૩ ની સી.પી.સી.ઓ-૭, રૂલ-૧૧(ડી) મુજબની અરજી રદ કરવાનો હુકમ કરેલ.આ દાવાના કામે વાદી પક્ષે મોરબીના જાણીતા એડવોકેટ હાર્દિક ડી.ગોસ્વામી, હિરેન ડી.ગોસ્વામી, અશોક એસ.દામાણી તથા વિશાલ પી.ચાવડા રોકાયેલા હતા.અને આ અરજીના કામે વાદી તરફે પ્રોકસી એડવોકેટ તરીકે સિનિયર એડવોકેટ (ધારાશાસ્ત્રી) નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટકએ દલીલો કરી હતી.








Latest News