રાજકોટમાં પરસોતમ રૂપાલાનો 4,84,260 અને કચ્છ-મોરબીમાં વિનોદભાઇ ચાવડાનો 2,68,782 ની લીડ સાથે વિજય
SHARE









રાજકોટમાં પરસોતમ રૂપાલાનો 4,84,260 અને કચ્છ-મોરબીમાં વિનોદભાઇ ચાવડાનો 2,68,782 ની લીડ સાથે વિજય
લોકસભાની રાજકોટ બેઠક ઉપર મત ગણતરી દરમ્યાન શરૂઆતથી લઈને અંત સુધી પરસોતમ રૂપાલા હરીફ ઉમેદવાર કરતાં આગળ રહ્યા હતા અને હાલમાં ગણતરી પૂર્ણ થયેલ છે અને જીલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા પરસોતમ રૂપાલાને સાંસદનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું અને તેઓને કુલ 8,57,094 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસનાં પરેશ ધાનાણીને 3,73,724 મત મળ્યા છે જેથી પરસોતમભાઇ રૂપાલા 4,84,260 લીડથી જીત્યા છે આવી જ રીતે કચ્છ મોરબી બેઠકની વાત કરીએ તો ત્યાં પણ ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડા શરૂઆતથી લઈને અંત સુધી હરીફ ઉમેદવાર કરતાં આગળ રહ્યા હતા અને હાલમાં ગણતરી પૂર્ણ થયેલ છે અને ભાજપના વિનોદ ચાવડાને 6,59,574 મત મળેલ છે જો કે, કોંગ્રેસનાં નિતેશ લાલણને 3,90,792 મત મળેલ છે અને વિનોદભાઇ ચાવડા આ બેઠક ઉપરથી 2,68,782 મતની લીડ સાથે વિજેતા બનેલ છ
