ટંકારા નજીકથી એલ્યુમિનિયમ વાયરનો ૧૬૩૦ કિલો જથ્થો ભરેલ વાહન સાથે બે શખ્સ પડકાયા
કલ્પના સે ભી વિચિત્ર હોતા હૈ સચ્ચ...: અમરેલીમાં ધનાણી સામે હારનો ૨૨ વર્ષે રાજકોટમાં બદલો લેતા રૂપાલા, ૪.૫૦ લાખથી વધુની લીધ સાથે ઐતિહાસીક લીડ
SHARE









કલ્પના સે ભી વિચિત્ર હોતા હૈ સચ્ચ...: અમરેલીમાં ધનાણી સામે હારનો ૨૨ વર્ષે રાજકોટમાં બદલો લેતા રૂપાલા, ૪.૫૦ લાખથી વધુની લીધ સાથે ઐતિહાસીક લીડ
સૌરાષ્ટ્રની લોકસભાની બેઠકોમાં સહુ કોઇની નજર રાજકોટની બેઠક ઉપર હતી કેમ કે, ક્ષત્રિય આંદોલન સહિતના જે કોઈ પરિબળો હતા તે ભાજપને નુકશાન કરશે અને કોંગ્રેસને ફાયદો કરશે તેવી વાત હતી પરંતુ કલ્પના સે ભી વિચિત્ર હોતા હૈ સચ્ચ... આ ઉક્તિને મતદારોએ પરસોતમ રૂપાલા માટે સાર્થક કરી બતાવી છે અને આજે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસનાં ઉમેદવારની સામે ભાજપના ઉમેદવારે ૪.૫૦ લાખથી વધુની જીત મેળવી છે જેથી કરીને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ૨૨ વર્ષ પહેલા જે હાર આપી હતી તેનો હાલમાં લોકસભાની ચુંટણીમાં બદલો લીધેલ છે તેવો ઘાટ સર્જાયો છે
સૌરાષ્ટ્રમાં આજે સવારથી ૭ બેઠકના પરિણામોએ જામનગર, રાજકોટ અને અમરેલીએ ભારે ઉત્તેજના જગાવી હતી. રાજકોટ બેઠક ઉપર ભાજપના રૂપાલા પહેલા રાઉન્ડથી જ કોંગ્રેસનાં ઉમેદવાર કરતાં આગળ હતા જો કે, ચૂંટણી પ્રચાર દરમ્યાન પરસોતમ રૂપાલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજે આંદોલન કર્યું હતું અને આખા રાજ્યમાં તેની અસર જોવા મળી પરંતુ ચૂંટણીના પરિણામમાં ક્ષત્રિય આંદોલનની કોઈ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી નથી અને રાજકોટ બેઠકનું પણ પત્રકારો અને રાજકીય વિશ્લેષકોના અનુમાન મુજબનું જ પરિણામ આવ્યું છે. રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસે માહોલ જરૂર બનાવ્યો હતો પરંતુ ભાજપનું સંગઠન મજબૂત હોવાથી કોંગ્રેસને હાર સહન કરવી પડી છે અને કોંગ્રેસનાં ઉમેદવારની સામે ભાજપના ઉમેદવારે ૪.૫૦ લાખથી વધુની જીત મેળવી છે જેથી કરીને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ૨૨ વર્ષ પહેલા જે હાર અમરેલીમાં આપી હતી તેનો હાલમાં લોકસભાની ચુંટણીમાં બદલો પરસોતમભાઈ રૂપાલાએ લીધેલ છે તેવો ઘાટ સર્જાયો છે જો કે, મત ગણતરી પૂરી થયા બાદ પત્રકારો સાથે પરસોતમભાઈ રૂપાલાએ વાત કાર હતી ત્યારે તેમણે તમામ મતદારોનો અંતઃ કરણથી આભાર માન્યો હતો અને તમામ કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર ચૂંટણી દરમિયાન જે પ્રકારે મતદારોએ મતદાન કરવા રુચિ દાખવી તેને તેઓએ વંદન કર્યા હતા અને આગામી દિવસોમાં રાજકોટના વિકાસની કેડીને જે કંડારી છે તે મશાલને હાથમાં લઈશ તેવી લાગણી વ્યક્ત કરી હતી
