વાંકાનેરના શેખરડી ગામે છોકરાઓને રમવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને તલવાર, કુહાડી અને ધારિયા વડે હુમલો: બંને પક્ષેથી નવને ઇજા
SHARE








વાંકાનેરના શેખરડી ગામે છોકરાઓને રમવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને તલવાર, કુહાડી અને ધારિયા વડે હુમલો: બંને પક્ષેથી નવને ઇજા
વાંકાનેર તાલુકાના શેખરડી ગામે થોડા દિવસો પહેલા છોકરાઓને ઘર પાસે રમવા બાબતે બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને ગઇકાલે સાંજે વાટુકિયા અને મકવાણા પરિવારના લોકો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે મારા મારી કરવામાં આવી હતી જેથી કરીને બંને પક્ષેથી કુલ મળીને નવ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત પ્રથમ સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી બે વ્યક્તિઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને સામસામે મારા મારીની આ ઘટનામાં ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના શેખરડી ગામે મારામારીનો બનાવ બન્યો છે જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યા પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મારામારીના આ બનાવમાં ઇજા પામેલ લોકોમાંથી બે વ્યક્તિઓને તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મારા મારીના આ બનાવમાં બાબુભાઇ ગેલાભાઈ વાટુકિયા (૩૫), સપનાબેન મનસુખભાઇ વાટુકિયા (૧૭), ગેલાભાઈ અરજણભાઈ વાટુકિયા (૬૫) અને મનસુખભાઇ ગેલાભાઈ વાટુકિયા (૪૫) ને ઇજા થયેલ છે તો સમાપક્ષેથી અમરશીભાઈ ટાપુભાઇ મકવાણા (૭૫), ભૂપત અમરશીભાઈ મકવાણા (૪૫), દિનેશ અમરશીભાઈ મકવાણા, અશોક અમરશીભાઈ મકવાણા, સવુબેન પોલાભાઈ અને દિનેશભાઇની દીકરી કાજલને ઇજા થયેલ છે જેથી તે તમામને સારવારમાં ખસેડાયા છે
વધુમાં મળતી માહિતી મુજબ વાંકાનેરના શેખરડી ગામે થોડા દિવસો પહેલા છોકરાઓને ઘર પાસે રમતા હતા ત્યારે મનસુખભાઇના દીકરાએ તેની પાસેથી બેટ લઈ લીધું હતું જેથી કરીને ત્યારે બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને ગઇકાલે સાંજે વાટુકિયા અને મકવાણા પરિવારના લોકો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે તલવાર, કુહાડી અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે સામસામે મારા મારી કરવામાં આવી હતી જેથી કરીને ગંભીર રીતે ઇજા પામેલા લોકોને સારવાર માટે વાંકાનેર અને રાજકોટ લઈ ગયા હતા અને શેખરડી ગામે મકવાણા અને વાટુકિયા પરિવાર વચ્ચે મારામારીનો બનાવ બનેલ હતો જેની માહિતી વાંકાનેર તાલુકા પોલીસને મળતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના દોડી ગયો હતો અને હવે ભોગ બનેલા વ્યક્તિઓમાંથી ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી રહી છે
