મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીમાં વોકળા ઉપર ગેરકાયદે બંધવામાં આવેલ સ્લેબ તૂટતાં ડમ્પર ઘૂસી ગયું, બે લોકોના માંડ માંડ બચાવ


SHARE







મોરબીમાં વોકળા ઉપર ગેરકાયદે બંધવામાં આવેલ સ્લેબ તૂટતાં ડમ્પર ઘૂસી ગયુંબે લોકોના માંડ માંડ બચાવ

થોડા દિવસો પહેલા રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં નિર્દોષ લોકોના જીવા ગયા છે ત્યાર બાદ હવે તંત્ર વાહકો મંજૂરી હતી કે નહીં તે સહિતની બાબતોની તપાસ કરે છે જે ઘોડા છૂટી ગયા પછી તબેળે તાળાં મારવા જેવો ઘાટ છે તેવું કહી તો તેમાં જરાપણ અતીશયોક્તિ નથી આવી જ ઘટના મોરબીમાં મંગળવારે સાંજે બનતા સહેજ માં અટકી ગઈ હતી જેની લોકો પાસેથી મળતી માહિતી મુજબ ગઇકાલે સાંજે રવાપર રોડે નરસંગ ટેકરી મંદિર પહેલા જે કોમર્શિયલ કોમ્પ્લેક્ષ આવેલ છે તેની આગળના ભાગમાંથી વરસાદી પાણીના નિકાલ માટેનો વોકળા નીકળે છે તેના ઉપર વર્ષો પહેલા ગેરકાયદે બાંધકામ કરીને ત્યાં સ્લેબ ભરીને જે દુકાનો મફતના ભાવે પણ વેંચાઈ તેમ ન હતી તેની કિંમત લાખો રૂપિયાની કરીને બિલ્ડરે વહેચી નાખેલ છે જો કે, વર્ષો પહેલા વોકળાને બુરવા માટે જે સ્લેબ ભરવામાં આવેલ હતી જે સ્લેબ ઉપર થોડા સમય પહેલા પાલિકા દ્વારા પેવાર બ્લોક નાખીને લોકોને રૂડું રૂડું દેખાઈ તે માટે તેને માઠી નાખવામાં આવેલ છે પરંતુ નીચેના ભાગે જે સ્લેબ છે તે વર્ષો જૂનો હોવાથી ગઇકાલે સાંજે તે સ્લેબ ઉપરથી એક કપચી ભરેલ ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક વોંકળા ઉપરનો સ્લેબ તૂટ્યો હતો અને ડમ્પર તેમાં ઘૂસી ગયું હતું ત્યારે તે ડમ્પરની બાજુમાંથી એક ડબલ સવારી એક્ટિવા પસાર થઈ રહ્યું હતું જેની ઉપર ડમ્પરમાં ભરવામાં આવેલ કપચીનો ઢગલો થઈ ગાતો હતો જેથી તે વાહન ઉપર જઈ રહેલા વ્યક્તિઓ તેમાં ફસાયા હતા જો કે, સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક બહાર કાઢી લીધા હતા અને ત્યાં પડેલ એક ગાડી ઉપર કપચીનો ઢગલો થયો હતો જેથી કરીને ગાડીમાં નુકશાન થયેલ છે જો કે, આ ઘટનામાં હાલમાં કોઈ જાનહાની થયેલ નથી પરંતુ જો કોઈનો જીવ ગયો હોત તો તેના માટે જવાબદાર કોણ ? સ્લેબ બાંધનાર, ડમ્પર ચાલક, પાલિકાનો સ્ટાફ કે પછી કોઈ નહીં ? તેની ચર્ચા હાલમાં મોરબીમાં ચાલી રહી છે ત્યારે ગેરકાયદે કરવામાં આવેલ બંધકામોને વહેલમાં વહેલી તકે તોડી પાડવામાં આવે તે તંત્રની જવાબદારી છે જો કે, હજુ તંત્ર મોરબીમાં રાજકોટ જેવી ઘટના બને તેની રાહ જોશે કે કેમ તે તો હવે આગામી સમય જ બતાવશે






Latest News