મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો 129 લોકોએ લાભ લીધો મોરબીમાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાઇ મોરબીના આલાપ રોડ ઉપર ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા તંત્રને ૨૪ કલાકનો અલ્ટીમેટમ, પછી પાલિકાના વહીવટદારની ચેમ્બરમાં રામધૂન મોરબી સહિત ગુજરાતની ખાનગી શાળા અને મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે આપની પદયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાની મિતાણા ચોકડી નજીકથી તમંચા સાથે એકની ધરપકડ


SHARE

ટંકારાની મિતાણા ચોકડી નજીકથી તમંચા સાથે એકની ધરપકડ

ટંકારા તાલુકાની મીતાણા ચોકડીથી વાલાસણ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી દેશી તમંચા સાથે એસઓજીની ટીમે એક શખ્સની ધરપકડ કરી હતી અને ૧૦ હજારની કિંમતનું હથિયાર કબજે કરીને આ શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબી જિલ્લા એસઓજીની પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાની મિતાણા ચોકડીએથી વાલાસણ ગામ તરફ જવાના રસ્તા ઉપર ઉભેલા શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને ૧૦ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી વિશાલભાઈ ભીમજીભાઇ આદ્રેશા જાતે કોળી (૨૪) રહે. હાલ ઇબીજા વાંકાનેર હાઇવે ભાયાતી જાંબુડીયા ગામ પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ અંગેની આગળની વધુ તપાસ સી.એસ. કડવાતર ચલાવી રહ્યા છે તેમજ આ શખ્સની પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે રાખતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

બે બોટલ દારૂ

મોરબીના સનાળા ગામ પાસે હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહેલા બે શખ્સોને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની નાની બે બોટલો મળી આવી હતી જેથી ૨૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી જાકીરભાઇ રજાકભાઈ બલોચ જાતે મકરાણી (૨૦) અને સાહિલભાઈ મહેબુબભાઇ ફલાણી જાતે સંધિ (૨૩) રહે. બંને કાલિકા પ્લોટ શેરી નં-૨ મતવા મસ્જિદ વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

દેશી દારૂ

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલ આઈ-૨૦ કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કાર નંબર જીજે ૩ જેસી ૫૫૪૪ માંથી ૧૫૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ૩૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો અને બે લાખની કિંમતની કાર આમ કુલ મળીને ૨,૦૩,૦૦૦ નો મુદ્દા માલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી શૈલેષભાઈ રાજાભાઈ સિહોરા જાતે કોળી (૩૦) રહે. કોરડા ગામ તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
Latest News