નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કૉલેજ દ્વારા મહેંદી ,મેકઅપ, હેરસ્ટાઇલ જેવી કલાત્મક સ્પર્ધાઓ યોજાઇ


SHARE





મોરબીની પી.જી. પટેલ કૉલેજ દ્વારા મહેંદી ,મેકઅપ, હેરસ્ટાઇલ જેવી કલાત્મક સ્પર્ધાઓ યોજાઇ

મોરબીની પી.જી. પટેલ કૉલેજમાં વિદ્યાર્થીનીઓની કલાશક્તિને પ્રોત્સાહન આપવા માટે મહેંદી, મેકઅપ અને હેરસ્ટાઇલ તેમજ નેઇલ આર્ટ જેવી વિવિધ કલાત્મક સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા  તેમજ આચાર્ય રવિન્દ્રભાઈ ભટ્ટના માર્ગદશન હેઠળ કોલેજમાં હરહંમેશ સાંસ્કૃતિક અને કલાત્મક પ્રવૃત્તિઓ થતી રહે છે. આજે પણ વિદ્યાર્થીનીઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ સ્પર્ધામાં કોલેજની B.com., B.B.A, B.A. તેમજ M.com જેવી વિવિધ વિદ્યાશાખાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો . આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ પોતાની હથેળીઓમાં આકર્ષક અને ઝીણવટભરી ડિઝાઇનો બનાવીને પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત આધુનિક હેરસ્ટાઇલ, મેકઅપ તેમજ નેઇલ આર્ટ દ્વારા અન્ય વિધાર્થિનીઓને ખૂબ સુંદર રીતે તૈયાર કરી હતી. આ સ્પર્ધામાં ડાયમંડ બ્યૂટી પાર્લરમાંથી નિષ્ણાત તરીકે આયમન મેડમ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે ખૂબ સરસ રીતે સ્પર્ધકોના કાર્યની નોંધ લઈ  વિજેતા ઘોષિત કર્યા હતા અને વિજેતાઓને ટ્રોફી, સર્ટિફિકેટ તેમજ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.




Latest News