મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં સંસ્થાએ નવી દિવાલ બનાવેલ નથી છતાં તંત્ર કહે તેમ કરવા અમે તૈયારઃ ભરતભાઇ બોપલીયા


SHARE









મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બની રહેલા સ્વામિનારાયણ મંદિરના બાંધકામ અને ત્યાં બનાવવામાં આવેલ દિવાલને લઈને પ્રશ્નો ઉભા થયા હતા જે બાબતે ખુલાસો કરવા માટે આજે સંસ્થા દ્વારા મંદિરના પટાંગણમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થા વતી હરિભક્તે માહિતી આપતા જણાવ્યું હતું કે જે બાંધકામ ચાલી રહ્યું છે તેના માટે તંત્ર પાસે ગત એપ્રિલ માસમાં મંજૂરી માંગવા માટે એપ્લિકેશન કરવામાં આવેલ છે અને જે દીવાલને લઈને પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે તે દિવાલ નવી બનાવવામાં આવી નથી જે જૂની દીવાલ હતી તેના ઉપર જ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તેમ છતાં પણ જો લોકોના હિત માટે તંત્ર તરફથી તે દિવાલ હટાવવા માટેની સૂચના આપવામાં આવશે તો સંસ્થા તે દિવાલ હટાવવા માટે થઈને તૈયાર છે

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભવ્ય મંદિર બનાવવા માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે દરમિયાન મંદિરના બાંધકામ અને મંદિર પાસે મચ્છુ નદીના કાંઠે બનાવવામાં આવેલ દિવાલને લઈને પ્રશ્નો ઊભા થયા હતા અને તેને લઈને કલેક્ટર સુધી અરજીઓ કરવામાં આવી હતી જેની તપાસ હાલમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં આજે મંદિર પટાંગણમાં સંસ્થા દ્વારા જાહેર હિતમાં માહિતી પહોંચાડવા માટે થઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થા વતી સંસ્થા સાથે જોડાયેલા ભરતભાઈ બોપલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં મંદિરનું તેમજ મંદિર પરિસરમાં જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે સંસ્થાની માલિકીની જ જમીન છે અને તેના બાંધકામની પરવાનગી લેવા માટે ગત તા. 15/4/2024 ના રોજ એપ્લિકેશન કરવામાં આવેલ છે જોકે ટેકનિકલ કારણોસર તે અરજી પેન્ડિંગ છે 

જે દીવાલને લઈને વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે તે દિવાલ નવી બનાવવામાં આવી નથી જેથી કરીને તેની મંજૂરી લેવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી અને વર્ષો પહેલા રાજાશાહીના વખતમાં મચ્છુ નદીમાં જે દિવાલ હતી તેના ઉપર જ બાંધકામ કરીને દીવાલને ઊંચી બનાવવામાં આવેલ છે તેમ છતાં પણ જો મોરબીના લોકોના હિતને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા જે કોઈપણ નિર્ણય લેવામાં આવશે તેને સંસ્થા અનુસરસે અને જો આ દિવાલને તોડી પાડવા માટેની સૂચના આપવામાં આવશે તો દિવાલ તોડી પાડવા માટે પણ સંસ્થા તૈયાર છે કેમ કે, આ મંદિર લોકોના હિત અને સુખ-શાંતિ માટે બનાવવામાં આવી રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર અને કાયદાની સાથે રહીને સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી




Latest News