મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે સાંસદની હાજરીમાં નવનનિર્મિત શાળા બિલ્ડીંગનું લોકાર્પણ, સન્માન સમારોહ અને ભૂતપુર્વ વિદ્યાર્થી સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના લીલાપર ગામે સાંસદની હાજરીમાં નવનનિર્મિત શાળા બિલ્ડીંગનું લોકાર્પણ, સન્માન સમારોહ અને ભૂતપુર્વ વિદ્યાર્થી સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબી તાલુકાના લીલાપર ગામે લીલાપર પ્રાથમિક શાળા, ગામ સમસ્ત તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહ, સંસ્કાર અને સંગમ- 2026 અમૃત મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ, પૂર્વ સાંસદ, ધારાસભ્ય સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા

મોરબી તાલુકાના લીલાપર ગામે 72 વર્ષ પહેલાં ગામના વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તે માટે શાળા શરૂ કરવામાં આવી હતી અને આ શાળાની ગૌરવશાળી સફર દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ ત્યાંથી શિક્ષણ મેળવ્યું છે અને સફળતાના શિખરો સર કર્યા છે ત્યારે આ શાળાના અધ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ, તેજસ્વી પ્રતિભાઓ અને શ્રેષ્ઠિઓનું વિશેષ સન્માન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્નેહ, સંસ્કાર અને સંગમ-2026 લીલાપર પ્રાથમિક શાળા અમૃત મહોત્સવ યોજાયો હતો જેમાં રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, માજી સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કલેક્ટર કે.બી. ઝવેરી, ડીડીઓ નવલદાન ગઢવી, એસપી મુકેશ પટેલ, લાયન્સ ક્લબના ચંદ્રકાંતભાઈ દફ્તરી, મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતા તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશભાઈ ગાંભવા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા






Latest News