નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્લિમ યુવાનની નિયમ હત્યા કરીને લાશને સળગાવી દેવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર


SHARE





મોરબીમાં મુસ્લિમ યુવાનની નિયમ હત્યા કરીને લાશને સળગાવી દેવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીમાં મુસ્લિમ યુવાનની હત્યા કરીને તેની લાશને પીપળી અને બેલા ગામની વચ્ચે બંધ પડેલા કારખાનામાં ખાડામાં સળગાવી દેવામાં આવી હતી જે બનાવમાં મૃતકના દીકરીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 7 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓને પકડીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
 
મોરબીમાં રહેતા તાજમહંમદભાઈ ભટ્ટીને જમીનના સોદાના બહાને કારમાં બેસાડીને લાલબાગ સેવા સદન પાસેથી ગત 19 તારીખનાં રોજ બાલુભાઈ અઘારા નામનો શખ્સ લઈ ગયો હતો અને ત્યાર બાદ તાજમહમદભાઇ ગુમ થઈ ગયા હતા જેથી તેના પરિવારે પોલીસને શકદાર તરીકે બાલુભાઈ અઘારાનું નામ આપ્યું હતું ત્યારે બાદ પોલીસે બાલુભાઈ અઘારાની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તાજમહંમદભાઈ ભટ્ટીની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી
 
ત્યારે બાદ પોલીસે મૃતક યુવાનના દીકરા રિયાઝભાઈ તાજમહંમદભાઈ ભટ્ટીની ફરિયાદ લઈને બાલુભાઈ થોભણભાઇ અઘારા, જીતેશભાઈ બાલુભાઈ ઝાલરીયા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલભાઈ રમેશભાઈ વાઘડીયા, ભાવેશભાઈ થોભણભાઈ અઘારા જયદીપભાઇ કાનાભાઈ શેરસિયા અને થોભણભાઈ ઘેલાભાઈ અઘારા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને આરોપીઓ પૈકીના થોભણભાઈ અઘારા સાથે મૃતકે જમીનના સોદા કરાવેલ હતા અને રૂપિયા મેળવી લીધા હતા જો કે, દસ્તાવેજો કરાવેલ ન હતા જેથી તે બાબતે રૂપિયા કઢાવવા માટે થઈને મૂતક યુવાનને કારમાં બેસાડીને ભડિયાદ નજીક ફાર્મ હાઉસ ખાતે લઈ ગયા હતા
 
ત્યાર બાદ બાલુભાઇ અઘારા સહિતના આરોપીઓએ તાજમહંમદભાઈને મારમાર્યો હતો જેથી ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ યુવાનની લાશને શિવાય કોલ નામનું કારખાનામા લઈ ગયા હતા અને ત્યાં જમીનમાં ખાડો ખોદીને તેમાં લાશને મૂકીને લાકડા તથા ડીઝલ છાંટીને બોડીને સળગાવી નાખી હતી. આટલુ જ નહીં ખાડો બુરવા માટે ઉપર માટી નાખી હતી અને પછી સિમેન્ટથી ધાબુ કરીને પુરાવાનો નાશ કર્યો હતો. 

આ ગુનામાં બી ડિવિઝન પીઆઇ વી.એન.પરમાર અને તેની ટીમે આરોપી બાલુભાઈ થોભણભાઇ અઘારા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલભાઈ રમેશભાઈ વાઘડીયા, જયદીપભાઇ કાનાભાઈ શેરસિયા અને થોભણભાઈ ઘેલાભાઈ અઘારાની ધરપકડ કરેલ હતી અને આ આરોપીઓને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના 3 માર્ચ સુધી એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે અને આ ગુનામાં હજુ બે આરોપીને પકડવાના બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News