નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્રકાર તરીકેની ઓળખ આપીને ખંડણી માંગવાના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિત બંન્ને આરોપીના બે દિવસના રીમાન્ડ મંજુર


SHARE





મોરબીમાં પત્રકાર તરીકેની ઓળખ આપીને ખંડણી માંગવાના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિત બંન્ને આરોપીના બે દિવસના રીમાન્ડ મંજુર

મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર આવેલ ઓફિસની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરીને પત્રકારની ઓળખ આપીને આધાર કાર્ડની કીટ બંધ કરાવી દેવાની, બદનામ કરવાની અને ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને યુવાન પાસેથી એક લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી જેથી યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે હાલમાં કહેવાતા પત્રકાર સહિત બે આરોપીને પકડીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કરેલ છે.
 
મોરબીના અરુણોદયનગરમાં રહેતા વિશાલભાઈ મહેશભાઈ પાંચાણી (30)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ સેજપાલ, ગૌતમ મકવાણા અને કાસમ સુમરા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કે મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ હરિકૃપા કોમ્પ્લેક્સમાં તેઓની ઓફિસ આવેલી છે અને ત્યાં આધાર કાર્ડની કીટ બંધ કરાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી અને કહેવાતા પત્રકાર વિશાલ સેજપાલના કહેવાથી કાસમ સુમરા દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી અને ત્યારબાદ વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણાએ ફરિયાદીની ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી હતી અને તેઓની ઓફિસમાં રહેલ સરકારી લેપટોપના વિડીયો ઉતારીને ફરિયાદી તથા સાહેદને ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી અને ફરિયાદી તથા સાહેદ પાસેથી એક લાખ રૂપિયાની ખંડણી માંગી હતી આટલું જ નહીં પરંતુ ફરિયાદીને બે લાફા મારીને તેના પેન્ટના કિસ્સામાં હાથ નાખીને 5,000 ની લૂંટ કરવાની કોશિશ કરી હતી તથા ફરિયાદી અને સાહેદને બદનામ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપી વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણાની ધરપકડ કરેલ છે અને બંને આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે રી કન્ટ્રકસન કરાવવામાં આવ્યું હતુ ત્યાર બાદ બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંન્ને આરોપીના બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે તેવી માહિતી પોલીસ પાસેથી જાણવા મળી છે.




Latest News