ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે મચ્છુ નદીમાં ઝંપલાવીને આધેડે જીવન ટૂંકાવ્યું


SHARE













મોરબીના બાયપાસ રોડે મચ્છુ નદીમાં ઝંપલાવીને આધેડે જીવન ટૂંકાવ્યું

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદીના પાણીમાં પડે મહારાષ્ટ્રના પુનાના મૂળ રહેવાસી આધેડે આપઘાત કર્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પાણીમાંથી કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના પુના ખાતે રહેતા અને માળીયા મિયાણા તાલુકામાં કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતાં વિનોદભાઈ નંદકિશોરભાઈ ચૌધરી (50) મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસે મચ્છુ નદીના પાણીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી પાણીમાં ડૂબી જવાના લીધે તેનું મોત નીપજયું હતું અને  ત્યારબાદ તેના ડેડબોડીને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ.બારૈયા ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં
ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા આશાબેન નરેશભાઈ પરમાર (40) નામના મહિલાને મોરબી નજીકના ભરતનગર ગામ પાસે તેમના પતિ તથા કોઈ અજાણી સ્ત્રી દ્વારા ગળું દબાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેથી ઇજા પામેલ આશાબેન પરમારને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર મનીષભાઈ બારૈયા આ બાબતે આગળની વધુ તપાસ ચલાવી રહ્યા હોવાનું મોરબી તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે.જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ પાર્ક વિસ્તારમાં રહેતા ગાયત્રીબેન સંજયભાઈ ટોટા નામની 28 વર્ષીય મહિલા તેઓના ઘરે ફીનાઇલ પી ગયા હતા. જેથી કરીને ગાયત્રીબેનને શહેરના સામાકાંઠેની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હાલ હોસ્પિટલ ખાતેથી યાદી આવતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રમાંથી જાણવા મળેલ છે.






Latest News