ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

ટંકારા નજીક બસમાં સાથે બેઠેલ શખ્સને ઘેની પદાર્થ પીવડાવીને મોબાઇલ અને રોકડની ચોરીના ગુનામાં આરોપીને પાંચ વર્ષની સજા


SHARE













ભુજ-વેરાવળ રૂટની બસમાં બેઠેલા યુવાનને થમ્સઅપમાં ઘેની પદાર્થ પીવડાવી દિધો હતો અને તેની પાસેથી રોકડ તેમજ મોબાઈલ ચોરી લીધા હતા. જે કેસ મોરબીની કોર્ટેમાં ચાલી ગયો હતો જેમા આરોપીને પાંચ વર્ષની સજા અને 6000 રૂપિયા દંડ ફટકાર્યો છો.

આ કેસની સરકારી વકિલ પાસેથી મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આણંદપુરના રહેવાસી ભરતગીરી ભાવગીરી ગૌસ્વામીનું ફેબ્રિકેશનનું કામ કચ્છમાં ચાલતું હતુ જેથી તા. 31/5/2012 ના રોજ ભુજ-વેરાવળ રૂટની બસમાં તે પોતાનુ કામ પુરુ કરીને પરત જતા હતા. ત્યારે કાગદળી નજીક શિવશક્તિ હોટલે બસ ઉભી રહેતા ભરતગીરીની બાજુમાં બેઠલા આરોપી નીતિન રમેશભાઈ ભટ્ટે થમ્સઅપમાં તેને ઘેની પદાર્થ મિક્ષ કરીને પીવડાવી દિધો હતો.

જેથી ભરતભાઈ બસમાં સુઇ ગયા હતા અને જૂનાગઢ પહોંચ્યા ત્યારે તેના ખિસ્સામાંથી મોબાઈલ અને રોકડા રૂપિયા 5000 ની ચોરી થઇ હોવાનું તેને ધ્યાને આવેલ હતુ. જેથી તેને જૂનાગઢ ફરિયાદ કરી હતી જે બાદ બનાવ ટંકારાની હદમાં બન્યો હોય ટંકારા પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપી નીતિન રમેશભાઈ ભટ્ટને ઝડપી લીધો હતો. આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમા કોર્ટે સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલો તેમજ 11 મૌખિક અને 15 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ આરોપી નીતિન રમેશભાઈ ભટ્ટને પાંચ વર્ષની સજા અને 6000 રૂપિયા દંડ ફટકાર્યો છે.






Latest News