મોરબીમાં ૧૧ વર્ષ પહેલા શરૂ થયેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર આજે વટવૃક્ષ બની ગયુ
મોરબીમાં આગામી રવિવારે સિનિયર સીટીઝનો માટે જેરીઆટીંગ સ્પેશ્યાલીસ્ટ તબીબનો સેમિનાર યોજાશે
SHARE









મોરબીમાં આગામી રવિવારે સિનિયર સીટીઝનો માટે જેરીઆટીંગ સ્પેશ્યાલીસ્ટ તબીબનો સેમિનાર યોજાશે
મોરબીની સિનિયર સિટીઝન સંસ્થા દ્વારા અવારનવાર સિનિયર સિટીઝનો માટે ઉપયોગી તેવા કાર્યક્રમો કરવામાં આવે છે.જે પૈકી આગામી રવિવારે પણ વૃદ્ધોને વૃદ્ધાવસ્થામાં લાગુ પડતા રોગોની જાણકારી માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે.
મોરબી સિનિયર સીટીઝન સંસ્થા તરફથી આગામી તા.૭ ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે ધન્વન્તરિ ભવન, કાયાજી પ્લોટ ખાતે જેરીઆટીંગ સ્પેશ્યાલીસ્ટ એટલે કે વૃધ્ધોને લગતા રોગો નિષ્ણાંત એવા ડો.પુનિતભાઈ પડસુંબિયાનું જનરલ વેલડયુગ ઉપર પ્રશ્નોતરી સાથે લેકચર રાખેલ છે.તથા લેકચર બાદ અગ્રણી ઉદ્યોગપતિ ચુનિભાઈ રાજપરા તરફથી ભોજનની વ્યવસ્થા રાખેલ છે.જેથી સિનિયર સીટીઝન સંસ્થાના તમામ સભ્યને હાજર રહેવા પ્રમુખ ડો.બી. કે.લહેરૂ, ઉપ પ્રમુખ નરભેરામભાઈ ચડાસણીયા તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટએ જાહેર આમંત્રણ પાઠવેલ છે.
