મોરબીના ઉમિયાનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર અંતિમ પગલું ભરી લેતા મોત
મોરબીના મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓએ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજનો ફી વધારો પાછો ખેંચવા કરી માંગ: ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું
SHARE









મોરબીના મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓએ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજનો ફી વધારો પાછો ખેંચવા કરી માંગ: ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું
મોરબીમાં જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ સહિતની મેડિકલ કોલેજની ફીમાં ચાલુ વર્ષથી વધારો કરવામાં આવેલ છે જેથી કરીને વાલીઓની કમર તૂટી જાય તેટવો ઘાટ સર્જાયો છે અને સરકારી કોટા કે પછી મેનેજમેંટ કોટમાં વિદ્યાર્થીઓને એડમિશન લેવા મુશ્કેલ બની ગયા છે જેથી કરીને વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ ધારાસભ્ય પાસે જઈને મેડિકલ કોલેજની ફીમાં કરવામાં આવેલ વધારો પાછો ખેચવામાં આવે તેવી માંગ કરી છે.
ગુજરાતમાં ધો ૧૨ સાયન્સનું પરિણામ આવ્યા પછી ઘણા વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલમાં અભ્યાસ કરવા માટે તૈયારીઓ કરતાં હોય છે અને તેના માટે લેવામાં આવેલ પરીક્ષામાં ગેરરીતિની માહિતીઓ સામે આવી રહી છે જેથી કરીને હાલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં છે જ તેવામાં ગત વર્ષે જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજની ફી માં વાલીઓની કમર તોડી નાખે તેવો વધારો કરવામાં આવ્યો હતો જેની સામે સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેથી ત્યાં ફી વધારા ઉપર બ્રેક લગાવવામાં આવી હતી જો કે, આ વર્ષે પાછો કમર તોડ ફી વધારો કરવામાં આવ્યો છે.
મોરબીના મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ રવાપર ચોકડી પાસે આવેલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના કાર્યાલયે પહોચ્યા હતા અને જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજની ફી માં જે વધારો ચાલુ વર્ષથી કરવામાં આવેલ છે તેને પાછો ખેચવામાં આવે તેવી માંગ કરી છે હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મેડિકલ અભ્યાસ કરવા માટેની ફી ના ધોરણોમાં ખુબ જ અસમાનતા જોવા મળે છે. અને જો ફી વધારો પાછો લેવામાં ન આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓના સપના કયારેય પૂરા થશે નહીં.
સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટકાવારીમાં માત્ર થોડા પોઈન્ટનો જ તફાવત હોય છે છતાં વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરવી પડે છે તેવામાં જીએમઆરએસ ની મોરબી સહિત રાજ્યમાં જે ૧૩ મેડિકલ કોલેજો આવેલ છે તેમાં સરકારી કવોટાની ફી માં ૬૭ ટકાનો વધારો કરીને ૫.૫૦ લાખ અને મેનેજમેન્ટ કોટાની ફી માં ૮૮ ટકા વધારો કરીને ૧૭ લાખ નક્કી કરવામાં આવેલ છે જે તોતિંગ ફી વધારો કોઈ પણ વાલીને પરવડે તેમ નથી અગાઉ મેનેજમેન્ટ કોટાની ફી માત્ર નવ લાખ હતી જે સીધી જ ૧૭ લાખ કરવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થી અને વાલીના સપના ઉપર પાણી ફરી વળે તેમ છે જેથી કરીને હાલમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે. તેને તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં પૈસાદારના દીકરા જ ડોક્ટર બની શકશે બાકી નબળ કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ જો હોંશિયાર હોવા છતાં પણ તે ડોક્ટર બની શકશે નહીં તે નિશ્ચિત છે જેથી કરીને ફી વધારો પાછો ખેચવાની માંગ સાથે ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, આ ફી વધારાની જાણ થતાં જ ટંકારાના ધારાસભ્યએ ગત 29 તારીખે સરકારમાં ફી વધારો પાછો ખેંચવા માટેની રજૂઆત કરી હતી જો કે, આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ રજૂઆત કરવામાં આવ્યા હતા જેથી વધુ એક વખત તેઓ ફી વધારો પાછો લેવા માટે સરકારમાં ભલામણ સાથેનો પત્ર રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને લખશે તેવું ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યુ છે
વધુમાં વાલીઓએ જણાવ્યુ છેકે, બાળકોનું ડોક્ટર બનવાનું ગુજરાતમાં બે હજાર જેટલા વાલીઓ સપનું જોઈને બેઠા હતા જો કે, ફી વધારવામાં આવતા કોઈપણ વાલી માટે તે ફી ભરવી શક્ય બને તેમ નથી. અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોકટર બનવાનું સપનું કદી પણ સાકાર થશે નહીં. જેથી આ અસહ્ય ફી વધારાને અટકાવીને ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે તેવી માંગ કરી હતી.
