મોરબીના પીપળી રોડ ઉપર રૂમમાં સૂતેલો યુવાન સવારે ઉઠ્યો જ નહીં : તપાસ શરૂ
SHARE









મોરબીના પીપળી રોડ ઉપર રૂમમાં સૂતેલો યુવાન સવારે ઉઠ્યો જ નહીં : તપાસ શરૂ
મોરબીના પીપળી ગામ નજીક આવેલા કારખાનાના લેબર ક્વાર્ટરમાં સૂતેલ યુવાન સવારે ઉઠ્યો ન હતો.જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.જયાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.
બનાવની જાણવા મળતી માહીતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ નજીક ક્રોક મોઝેક નામના કારખાનામાં લેબર કવાટરમાં રહેતો અને મજૂરી કામ કરતો માનચંદ્રભાઈ હીરારામભાઈ નાયક (ઉંમર વર્ષ ૨૮) નામનો યુવાન તા.૧-૭ ના રોજ લેબર કવાટરમાં સૂતો હતો.તે દરમિયાન તે બીજા દિવસે તા.૨-૭ ના રોજ સવારે ઉઠ્યો ન હતો.જેથી કરીને તેનું મોત નીપજ્યું હોય તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી હતી. આગળની રાબેતા મુજબની કાર્યવાહી સ્ટાફના જે.પી.પટેલએ હાથ ધરી છે. મૃતકનું મોત શા કારણોસર થયું..? તે જાણવા માટે પીએમ સહિતની આગળની વિધિ તાલુકા પોલીસ દ્વારા કરાવવામાં આવી રહી છે.
હૃદયની બીમારીથી યુવાનનું મોત
મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ એકોર્ડ સિરામિકના લેબર ક્વાટરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના યુવાનનું હૃદય રોગના લીધે મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ યુપીનો બબલુસિંગ દીપચંદ નામનો ૪૮ વર્ષનો યુવાન હાલ મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ એકોર્ડ સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતો હતો અને તેને હૃદયની બીમારી હતી.જેની દવા ચાલુ હતી.દરમ્યાનમાં આજે તેનું પણ મોત થયુ હતુ.જેથી તેના મૃતદેહને પણ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હોય તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા તેની પણ પીએમ વિધિ કરાવીને આ બાબતે આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે
