મોરબીના યુવકને લીવરની ગંભીર બિમારીની સારવાર માટે નાણાકીય સહાય અથવા કોઈ લિવર ડોનરની જરૂરિયાત
હળવદના મંગળપુર ગામે રહેતા યુવાન સાથે આઇફોન-15 ના નામે 45,500 ની છેતરપિંડી કરનાર રીઢો આરોપી પકડાયો
SHARE






હળવદના મંગળપુર ગામે રહેતા યુવાન સાથે આઇફોન-15 ના નામે 45,500 ની છેતરપિંડી કરનાર રીઢો આરોપી પકડાયો
હળવદના મંગળપુર ગામે રહેતા યુવાનને આઇફોન-15 ફોન સસ્તામાં આપવાનું કહીને તેની પાસેથી રૂપીયા 45,500 ઓનલાઇન ટ્રાન્સફર કરવી લીધા હતા અને યુવાનની સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં રીઢા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
હળવદના મંગળપુર ગામે રહેતા મયુરભાઇ ગીરધરભાઇ ઉડેશા જાતે કોળી (24)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદિપ વિઠલભાઇ ઝાલા રહે. રાજકોટ વાળાની સામે વિશ્વાસઘાત તથા છેતરપીંડીની ફરિયાદ નોધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 4/6/24 ના બપોરના 3:00 વાગ્યાના અરસામા ફરીયાદી તેના ઘરે હતો ત્યારે આરોપી જયદિપ વિઠલભાઇ ઝાલાએ પોતાના મોબાઇલ ફોન નં. 93130 62471 ઉપર ફેસબુક એપ્લીકેશનમા “Jayubha Zala” નામની ખોટી આઇ.ડી. બનાવી આ આઇ.ડી ઉપર મોબાઇલ ફોન વેચવાની પોસ્ટ પોતાની ફેસબુક આઇ.ડી. ઉપર મૂકી હતી.
આ પોસ્ટ ખોટી હોવાનુ જાણવા છતા ફરીયાદીને વિશ્વાસમા લઇ સાહેદ વિપુલભાઇ ભીમાણી નામના વ્યક્તિ પાસે ટેક્સીના ભાડાની ડિપોઝિટ ભરવા પેટે તેમનુ યુપીઆઈ સ્કેનર મેળવી તેમા ફરીયાદી પાસેથી આઇફોન-15 ના રૂપીયા 45,500 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા અને આઇફોન-15 ફોન ફરીયાદીને ન આપીને તેની સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી હતી જે ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને આરોપી જયેશ ઉર્ફે જયદીપ વિઠ્ઠલભાઈ ઝાલા (22) રહે.વસાવડ, સુત્રાપાડા હાલ રહે. સુરત વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં હોવાનું સામે આવ્યું હતું
જેથી પોલીસે આરોપીનો મધ્યસ્થ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવીને તેની ધરપકડ કરેલ છે આ શખ્સે ફરિયાદી પાસેથી ટેક્સીના ધંધાર્થીના ક્યુઆર કોડમાં રૂપિયા મંગાવ્યા હતા અને બાદમાં ભૂલથી આવી ગયેલ છે તેવું કહીને કેન્સલેશનના 1500 કપાવીને બાકીના 44000 લઈ લીધા હતા અને આ આરોપીની સામે રાજકોટ અને સૂત્રપાડામાં ચોરી અને છેતરપીંડીના પાંચ ગુના નોંધાયેલ છે

