હળવદના મંગળપુર ગામે રહેતા યુવાન સાથે આઇફોન-15 ના નામે 45,500 ની છેતરપિંડી કરનાર રીઢો આરોપી પકડાયો
મોરબીના રવાપર ગામે કાલે કેબિનેટ મંત્રીની હાજરીમાં પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ
SHARE
મોરબીના રવાપર ગામે કાલે કેબિનેટ મંત્રીની હાજરીમાં પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ
જળ સંપતિ અને પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા આવતીકાલે ૪ જુલાઈએ મોરબી જિલ્લાના પ્રવાસે છે.
કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સવારે ૯:૩૦ કલાકે ઇન્દ્રપ્રસ્થ ફાર્મ, ન્યુ એરા પબ્લિક સ્કૂલ પાસે, રવાપર-ઘુનડા રોડ, રવાપર, મોરબી ખાતે મચ્છુ- ૨ આધારિત રવાપર ગામની પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને બપોરે ૧૩:૦૦ કલાકે વાંકાનેર પ્રાંત કચેરી, ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે