વાંકાનેરના રસિકગઢ નજીક વાડીના કુવામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત
SHARE







વાંકાનેરના રસિકગઢ નજીક વાડીના કુવામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત
વાંકાનેર નજીક રસિકગઢ ગામમાં ભાટિયા સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં વાડીના કુવાની અંદર કોઈ અજાણ્યો યુવાન કોઈ કારણોસર પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર નજીક રસિકગઢ ગામે રહેતાને ખેતી કામ કરતા યાસીનભાઈ અહમદભાઈ માથાકિયા જાતે મોમીન (40)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, રસિકગઢ ગામમાં ભાટિયા સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં વલીમહમદભાઈ ઇબ્રાહીમભાઇ માથકીયાની વાડીએ પાણીના કૂવામાં કોઈ પણ કારણોસર કોઈ અજાણ્યો 30 થી 40 વર્ષનો યુવાન પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું છે જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે.

