વાંકાનેરના રસિકગઢ નજીક વાડીના કુવામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત
મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં પૂઠના ભાગે તીક્ષણ હથિયારના પાંચ જેટલા ઘા ઝીકિ યુવાનની હત્યા
SHARE






મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં પૂઠના ભાગે તીક્ષણ હથિયારના પાંચ જેટલા ઘા ઝીકિ યુવાનની હત્યા
મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં રાત્રિના સમયગાળા દરમિયાન મોરબીના પરસોતમ ચોક વિસ્તારમાં રહેતા યુવાનને પૂઠના ભાગે તીક્ષણ હથિયારના પાંચ જેટલા ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા. જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે. અને બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે. તેમજ હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરાઈ છે. જોકે, હત્યા શા માટે અને કોના દ્વારા કરવામાં આવી છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી શહેર અને જિલ્લામાં ચોરી, ચોરીનો પ્રયાસ, હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, છરીના હુમલા વગેરે જેવી ઘટનાઓ દિવસેને દિવસે સામાન્ય બનતી જતી હોય તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. શનિવારે સાંજે મોરબીમાં ફિલ્મી સ્ટાઇલથી કાર ઉપર કાર ચડાવીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હુમલો પણ કરવામાં આવ્યો હતો જેની સહી સુકાઈ નથી. ત્યાં રાત્રિના ત્રણથી ચાર વાગ્યાના અરસામાં મોરબીના ખાટીવાસ વિસ્તારમાં મમુદાઢીના રહેણાંક મકાન પાસે યુવાનને પૂઠના ભાગે તીક્ષ્ણ હથિયારના પાંચ જેટલા ઘા ઝીકિ દેવામા આવ્યા હતા. જેથી તે યુવાનોનું મોત નીપજ્યું હતું અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.
આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સાથે પહોંચી હતી અને બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા હતા અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી. દરમિયાન પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન મોરબીના પરસોતમ ચોક વિસ્તારમાં રહેતો તોફિક ઉર્ફે ભાયલો ઈબ્રાહીમભાઇ ચાનિયા (30) હોવાનું એસએમે આવ્યું છે જો કે, તેને કોણે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા અને શા માટે તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. બિન આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ એકથી વધુ લોકો દ્વારા આ યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેને તિક્ષણ હથિયારના ઘા ઝીકિ દેવામાં આવતા તેનું મોત નીપજયું છે જેથી કરીને પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.


