ટંકારા-છત્તર વચ્ચેથી જાહેરખબર એજન્સીના એક કે બે નહીં 70 બોર્ડની ચોરી
માળીયા (મી)ના અણિયારી ટોલનાક પાસેથી કતલખાને લઈ જવાતા આઠ અબોલજીવને બચાવ્યા: 1.66 લાખનો મુદામાલ કબજે, બેની ધરપકડ
SHARE






માળીયા (મી)ના અણિયારી ટોલનાક પાસેથી કતલખાને લઈ જવાતા આઠ અબોલજીવને બચાવ્યા: 1.66 લાખનો મુદામાલ કબજે, બેની ધરપકડ
માળીયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ અણીયારીના ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલ બોલેરો પીકપ ગાડીને રોકીને ગૌરક્ષકો દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી આઠ નંગ પાડા પાડી મળી આવ્યા હતા. જેથી કરીને 16,000 રૂપિયાની કિંમતના અબોલજીવ તથા દોઢ લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 1,66,000 ના મુદ્દામાલ સાથે પોલીસે બે શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ગૌરક્ષોને મળેલ હકીકત આધારે માળિયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ અણીયારી ટોલના પાસે વોચ રાખવામાં આવી હતી. ત્યારે મળેલ બાતમી મુજબની બોલેરો પીકપ ગાડી નંબર જીજે 31 ટી 5155 પસાર થતાં તેને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી આઠ નંગ પાડા પાડી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને 16,000 રૂપિયાની કિંમતના અબોલજીવ તથા દોઢ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 1,66,000 ના મુદ્દામાલને પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી અનવર ગુલ્લા જત જાતે મુસ્લિમ (26) રહે. શેરવા પંચાયત વિસ્તાર તાલુકો ભુજ અને હૈદરભાઈ અલીસાબ જત જાતે મુસ્લિમ (31) રહે. નાના સરાડા ભગાડીયા કચ્છ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે


