વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે કારમાંથી 264 બોટલ દારૂ-બીયરના 96 ટીનનો જથ્થો ઝડપાયો: આરોપીની શોધખોળ
મોરબીના બેલા ગામ પાસે મોપેડને ડમ્પર ચાલકે હડફેટે લેતા આધેડનું મોત: ગુનો નોંધાયો
SHARE
મોરબીના બેલા ગામ પાસે મોપેડને ડમ્પર ચાલકે હડફેટે લેતા આધેડનું મોત: ગુનો નોંધાયો
મોરબીના નાની વાવડી ગામે ન્યુ ગાયત્રી સોસાયટીમાં રહેતા આધેડ પોતાનું મોપેડ લઈને મોરબીના બેલા ગામની સીમમાં જે. ટી. પટેલ એન્ડ કંપની સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના મોપેડને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આધેડના શરીર ઉપરના ડ્રાઈવર સાઈડના ટાયર ફરી જતા તેઓને ગંભીરતા થઇ હોવાથી તેનો ઘટના સ્થળે જ મોત થયુ હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડીને નાસી ગયો હોય હાલમાં મૃતકના ભાણેજે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે આવેલ ન્યુ ગાયત્રી સોસાયટીમાં રહેતા ચેતનભાઇ ભીખાભાઈ સાકરીયા જાતે પટેલ ઉપર (૩૦) એ હાલમાં ડમ્પર નંબર જીજે ૩૬ વી ૫૪૪૫ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યુ છે કે તેઓના મામા હસમુખભાઈ ભગવાનજીભાઈ બોપલિયા (ઉંમર ૫૫) પોતાનું મોપેડ નંબર જીજે ૩ ક્યુ ૯૫૪૨ લઈને મોરબીના પીપળી રોડ ઉપર બેલા ગામની સીમમાં જે.ટી.પટેલ એન્ડ કંપની સામેથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે આરોપીએ તેને ડમ્પરની હડફેટે લીધા હતા અને આગળના ટાયરમાં આવી જવાથી અને રોડ ઉપર ઢસડાવવાના કારણે તેઓને ગંભીજા થઈ હોવાથી ફરિયાદીના પિતાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ અને ડમ્પરચાલક પોતાના હવાલા વાળું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા આધેડના ભાણેજે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.