હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા 64 માં જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ-સુખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા 64 માં જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ-સુખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો

મોરબીના લોકલાડીલા અને લડાયક નેતા તેમજ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ પ્રસંગે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં અમૃતિયા પરિવારના લોકો તેમજ કાંતિભાઈના ટેકેદારો અને ભાજપના આગેવાનો સહિતના લોકો હાજર h
રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું

મોરબીના ધારાસભ્ય તેમજ રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ૬૪ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે લાખો કાર્યકરો અને શુભેચ્છકોની પ્રાર્થના, માનતા અને લાગણીના બળે તાજેતરમાં તેઓએ કેન્સર જેવા જટીલ રોગને પરાસ્ત કર્યો છે અને તેઓનું સફળ ઓપરેશન થઈ ગયું છે. ત્યારે તેઓના જન્મ દિવસનિમિતે તા ૮ ના રોજ રવિવારે સવારે ૮:૦૦ વાગ્યાથી કાંતિભાઈ અમૃતિયાના દીર્ઘાયુની કામના સાથે મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય મહિલાઓ સહિત ૨૦૧ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે. તેવી માહિતી રાજ્યમંત્રીના દીકરા પ્રથમ અમૃતિયાએ આપી હતી.

મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં કાંતિભાઈ અમૃતિયાનું મુંબઈ ખાતે કેન્સરનું ઓપરેશન થઈ ચૂક્યું છે અને તેઓને હવે નખમાં પણ રોગ નથી અને આગામી દિવસોમાં તેઓ અગાઉ જે રીતે મોરબીમાં લોક સેવાના અને લોક ઉપયોગી કામ કરતા હતા તેવી જ રીતે લોકોના કામ કરવા માટે ફરી લોકોની વચ્ચે આવી જવાના છે અને કાંતિભાઈએ કેન્સર જેવી બીમારીને પરાસ્ત કરી છે ત્યારે તેઓના ટેકેદારો અને શહેર ભાજપની ટીમમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ભાજપ પરિવારના લોકો દ્વારા પણ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવામાં આવ્યું છે.




Latest News