24X7 આયુષ હોસ્પિટલ મોરબી તરફથી તમામ મોરબીવાસીઓને હાર્દિક શુભેચ્છા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહાનુભાવોની પ્રતિમાને સાફ કરાઇ મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો મોરબીમાં તંત્રની અક્ષમ્ય બેદરકારીના લીધે બે વર્ષ પહેલા ઝૂલતા પુલ તૂટતાં લેવાયો ‘તો 135 લોકોનો ભોગ: જવાબદાર કોણ ? હજુ પણ સવાલ યથાવત મોરબીમાં વેપારી યુવાન રોકડા, મોબાઇક અને બુલેટ મળીને 8.56 લાખનો મુદામાલ પડાવી લીધો !: ખંડણી માંગીને આપી મારી નાખવાની ધમકી ટંકારાના મિતાણા પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબી-દેવળિયામાં દારૂની બે રેડ: 33 બીયરના ટીન-12 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ ભારે કરી, સગો બાપ દિકરાને બચકુ ભરવા દોડ્યો: વાંકાનેરના માટેલ ગામે બનેલો બનાવ
Breaking news
Morbi Today

વાંકાનેરના મહિકા ગામ પાસે નેશનલ હાઇવે ઉપર બાઈકના સ્ટંટ કરનાર શખ્સને પોલીસે દબોચ્યો


SHARE











વાંકાનેરના મહિકા ગામ પાસે નેશનલ હાઇવે ઉપર બાઈકના સ્ટંટ કરનાર શખ્સને પોલીસે દબોચ્યો

મોરબી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર અવારનવાર બાઈકના સ્ટંટ કરતાં શખ્સો જોવા મળતા હોય છે અને આવી ઘટનાઓ જ્યારે જ્યારે પોલીસના ધ્યાન ઉપર આવે ત્યારે પોલીસ દ્વારા બાઈકના સ્ટંટ કરનારાઓને પકડીને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી જિલ્લાના વાંકાનેર નજીક મહીકા ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપર સુતા સુતા બાઇક ચલાવીને સ્ટંટ કરનારા શખ્સની સામે વાંકાનેર તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા એક મહિનાની અંદર વાંકાનેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ ઉપર બાઈકના સ્ટંટ કરતા હોય તેવા બે શખ્સોને દબોચીને પોલીસે તેની સામે ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી તેવામાં તા ૨૮/૪ ના રાત્રીના ૧૦ થી ૧૧ વાગ્યાના સમયગાળા દરમિયાન વાંકાનેરના મહીકા ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર બાઈક નંબર જીજે ૩૬ અએમ ૦૮૧૨ લઈને નીકળેલા શખ્સ દ્વારા બાઈક ઉપર સુતા સુતા બાઈક ચલાવીને સ્ટંટ કરવામાં આવી રહ્યા હતા જે અન્ય લોકો માટે પણ જીવલેણ સાબિત થઈ શકે તેમ હોવાથી પોલીસે આ વિડીયો ધ્યાનમાં આવતા ની સાથે જ તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને બાઈક ઉપર સ્ટંટ કરી રહેલા સંજયભાઈ રમેશભાઈ મકવાણા જાતે કોળી (૧૮) રહે. કાબરા નેસ મહીકા તાલુકો વાંકાનેર વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News