ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ: નાની મોટી 27 બોટલો સાથે કુલ ત્રણ આરોપી ઝડપાયા


SHARE













મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ: નાની મોટી 27 બોટલો સાથે કુલ ત્રણ આરોપી ઝડપાયા

મોરબી શહેરના જુદા જુદા બે વિસ્તારોમાં દારૂની રેડ કરવામાં આવી હતી. દરમિયાન સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 27 બોટલો મળી આવી હતી જેથી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા દારૂના બે ગુના નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે કડિયા બોર્ડિંગ નજીકથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે તેની પાસેથી દારૂની 19 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 11,500 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી બળદેવભાઈ વશરામભાઈ પરમાર જાતે અનુ. જાતિ (35) રહે. જીવરાજ પાર્ક સાયન્સ કોલેજ પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તો મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રાજકોટ નાગરિક બેંક સામેથી ડબલ સવારી બાઈક નં. જીજે 36 કયું 6377 પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈક ચાલકને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની આઠ બોટલ મળી હતી જેથી પોલીસે 800 રૂપિયાની કિંમતનો દારૂ અને 30 હજારનું બાઈક આમ કુલ મળીને 30,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અશ્વિનભાઈ રામજીભાઈ મૂછડિયા જાતે અનુ. જાતી (20) રહે. સોઓરડી રામદેવપીરના મંદિર પાસે મોરબી તથા ભરતભાઈ રણછોડભાઈ આંબલીયા જાતે અનુ. જાતિ (26) રહે. લુટાવદર વાળાની ધરપકડ કરી હતી અને આ બંને સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.






Latest News