મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબીના તમામ તાલુકામાં આત્મા કચેરી દ્વારા ૨૨ મહિલા જૂથોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અપાઈ


SHARE













મોરબીના તમામ તાલુકામાં આત્મા કચેરી દ્વારા ૨૨ મહિલા જૂથોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અપાઈ

ફૂડ સિક્યુરિટી ગૃપ અંતર્ગત આયોજીત તાલીમમાં મહિલા જૂથોને શાકભાજીની કીટનું વિતરણ કરાયુ
 

મોરબી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ ૫ તાલુકામાં પ્રાકૃતિક ખેતી અંગે વિવિધ તાલીમનું આયોજન કરીને ૨૨ મહિલા જૂથોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપવામાં આવી હતી.


રાસાયણિક ખેતીને બદલે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યમાં અભિયાન રૂપે લોકોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવા માટે ગુજરાતના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આત્મા પ્રોજેકટ, મોરબી અંતર્ગત મોરબી જિલ્લાના તમામ ૫ તાલુકામાં ફૂડ સિક્યોરિટી ગૃપ અંતર્ગત કુલ ૨૨ મહિલા જૂથોને શાકભાજીની કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવામાં આવ્યું હતું.પ્રાકૃતિક કૃષિ એટલે ગાય આધારિત ખેતી ગાય આધારિત ખેતીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર, જીવામૃત, ધન જીવામૃત વગેરેનું ખુબજ મહત્વ રહે છે તે વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તમામ તાલુકામાં મહિલાઓને શાકભાજી કીટ વિતરણની સાથે જરૂરી પ્રાકૃતિક કૃષિની સમજણ પણ આત્મા પ્રોજેકટના સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી.






Latest News