મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં હાથ ઉછીના રૂપિયા આપવાની ના કહેતા વૃદ્ધ ઉપર છરી વડે હુમલો: ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE













મોરબીમાં હાથ ઉછીના રૂપિયા આપવાની ના કહેતા વૃદ્ધ ઉપર છરી વડે હુમલો: ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબીના ભડીયાદ નજીક રહેતા અને ચોકીદાર તરીકે કામ કરતા વૃદ્ધ પોતાની નોકરી પૂરી કરીને પગપાળા પોતાના ઘર તરફ પાછા જઈ રહ્યા હતા ત્યારે તે વિસ્તારમાં રહેતા એક શખ્સે તેની પાસેથી હાથ ઉછીના રૂપિયા માંગ્યા હતા. જે વૃદ્ધે આપવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલ શખ્સે ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને ત્યારબાદ છરી વડે હુમલો કરીને વૃદ્ધને જમણા પડખાના ભાગ છરી મારી હતી જેથી ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. અને ત્યારબાદ તેને મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ કાંટા પાસે જંગલેશ્વર મહાદેવ મંદિર સામે રહેતા અને ચોકીદાર તરીકે કામ કરતા દેવજીભાઈ છગનભાઈ પરમાર જાતે અનુ. જાતિ (65) એ હાલમાં પ્રભુભાઈ બાબુભાઈ સુરેલા રહે. ભડીયાદ રામાપીરના ઢોરે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓ પોતાની ચોકીદાર તરીકેની નોકરી પૂરી કરીને પગપાળા ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આરોપી તેને સામે મળ્યો હતો અને તેણે ફરિયાદી વૃદ્ધ પાસેથી હાથ ઉછીના રૂપિયા માંગ્યા હતા જોકે, ફરિયાદીએ રૂપિયા આપવાની ના પાડતા આરોપીએ ઉશકેરાઈ જઈને ફરિયાદીને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને ત્યાર બાદ પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરીને વૃદ્ધને જમણા પડખાના ભાગે છરીનો ઘા માર્યો હતો. જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News