મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ, 6 વાહનોને પકડવામાં આવ્યા મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ મોરબીમાં ઘરેણાં-રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જીનપરા સહિતના વિસ્તારમાં પડેલા ખાડા નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબીત થાય તે પહેલ બુરો


SHARE













વાંકાનેરમાં જીનપરા સહિતના વિસ્તારમાં પડેલા ખાડા નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબીત થાય તે પહેલ બુરો

મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર નગરપાલિકાના વિસ્તારમાં જીનપરા રોડ ઉપર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડેલા છે અને વરસાદના ચાર છાંટા પડતાની સાથે ખાડામાં પાણીમાં ભરાઇ જવાના લીધે લોકોને રસ્તાના ખાડા દેખાતા ન હોવાથી અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે. અને આ ખાડા કોઈ નિર્દોષ વ્યક્તિ માટે વાંકાનેરમાં જીવલેણ સાબીત થાય ત્યારે પહેલા નગરપાલિકા દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડા બુરવામાં આવે તેવી લાગણી શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેમજ નેશનલ હાઇવે રોડ ઉપર વરસાદી પાણી ખાડામાં ભરાઈ જાય છે અને ખાડામાં વરસાદી પાણી હોવાના કારણે રસ્તામાં પડેલા ખાડા ન દેખાવાના લીધે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓને લેવા અને મુકવા જાતી મહિલાઓ સહિતનાઓ અકસ્માતનો ભોગ બને છે. અને તેઓને ઈજા થતી હોય છે. ત્યારે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ આ ખાડાના લીધે લેવાય ત્યાં પહેલા વાંકાનેરના જીનપરા રોડ સહિતના વિસ્તારમાં પડેલા ખાડા બુરવામાં આવે તે અનિવાર્ય છે






Latest News