મોડેલ સ્કૂલ હળવદ ખાતે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
માળિયા (મી) તાલુકામાં સ્પર્ધાત્મક પરિક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
SHARE
માળિયા (મી) તાલુકામાં સ્પર્ધાત્મક પરિક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
માળીયા (મી) તાલુકાનાં મોટી બરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટેના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં NMMS અને જ્ઞાનસાધના જેવી પરીક્ષામાં સફળ થયેલ કુલ 50 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોરબી સિંચાઇ વિભાગમાંથી સેકશન ઓફિસર જયદીપભાઈ પટેલ તથા કાલરીયાભાઈ, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હુંબલ, મોટીબરાર ગામના સરપંચ સુરેશભાઈ રાઠોડ, બી.આર.સી.કો.ઓર્ડિનેટર એમ.એમ.રાઠોડ ઉપસ્થિત રહયા હતા. આ સેમિનારમાં NTSE પરિક્ષા, IIT એન્ટ્રેસ પરિક્ષા,તર્કશક્તિ વિકાસની પ્રવૃત્તિઓ,સ્પર્ધાત્મક પરિક્ષા અંગે માર્ગદર્શન જેવા વિષયો પર રવિભાઈ ધ્રાન્ગા, સાકરીયા ખોડુસિંહ, કલ્પેશભાઈ કાનેટિયા, ગામી યોગેશભાઈ દ્વારા ppt સાથે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પૂર્વ બી.આર.સી.કો.ઓર્ડિ. નિરંજની નરેન્દ્રભાઇ દ્વારા કરવામાં આવેલ હતું.