મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુરમાં મંદિર નજીક જુગારની રેડ પડતાં નાશભાગ: 3 ની ધરપકડ, 6 નાસી ગયા


SHARE













હળવદના ડુંગરપુરમાં મંદિર નજીક જુગારની રેડ પડતાં નાશભાગ: 3 ની ધરપકડ, 6 નાસી ગયા

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે માતાજીના મંદિર નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખસોમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે પોલીસે સ્થળ ઉપરથી ત્રણ શખ્સની 8,100 ની રોકડ સાથે ધરપકડ કરી હતી અને નાશી ગયેલા છ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ડુંગરપુર ગામે આવેલ ધાવડી માતાજીના મંદિરની બહાર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખસોમાં નાશભાગ મચી ગઈ હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે મનસુખભાઈ શીવાભાઈ સારલા (30), રણજીતભાઈ હેમુભાઇ ફીસડીયા (22) અને શાંતિભાઈ મગાભાઇ મારૂણીયા (42) રહે. ત્રણે ડુંગરપુર વાળાની 8,100 ની રોકડ સાથે ધરપકડ કરી હતી. જોકે પોલીસને જોઈને નાસી ગયેલા શખસોમાં રણજીતભાઈ ડાયાભાઈ વિઠલાપરા, કાળુભાઈ હેમુભાઇ ફીસડીયા, વિક્રમભાઈ ગણેશભાઈ મારુણીયા, રમેશભાઈ પ્રભુભાઈ વિઠલાપરા, મસાભાઈ બાબુભાઈ આકરીયા અને અનિલભાઈ ગોરધનભાઈ મારૂણીયાનો સમાવેશ થાય છે હાલમાં પોલીસે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને કુલ નવ શખ્સોની સામે ગુનો નોંધીને નાશી ગયેલા આરોપીને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

વરલી જુગાર

માળીયા તાલુકાના ખાખરેચી ગામે જુના બસ સ્ટેશન પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા અવચરભાઈ હમીરભાઇ ધામેચા (41) રહે. ખાખરેચી વાળા મળી આવ્યો હતો જેથી પોલીસે 430 ની રોકડ કબજે કરી હતી આવી જ રીતે માળિયાના વાગડિયા ઝાંપા પાસે મેઇન બજારમાં વરલી જુગારની રેડ કરી હતી. ત્યારે ત્યાં જુગારના આંકડા લેતા અનવરભાઈ હુસેનભાઇ ખોડ જાતે મીયાણા (28) રહે. માળિયા વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 490 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશને બંને સામે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News