હળવદના સમલીથી ચરાડવા આવતા રસ્તે બાઇક ખૂંટીયા સાથે અથડાતાં યુવાનનું મોત
મોરબીના બેલા નજીક વીજ કંપનીના સબ સ્ટેશન પાસેથી બાઈકની ચોરી
SHARE
મોરબીના બેલા નજીક વીજ કંપનીના સબ સ્ટેશન પાસેથી બાઈકની ચોરી
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં 66 કેવી સબ સ્ટેશન નજીક પાર્ક કરેલ બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 25,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબીમાં ન્યુ છાત્રાલય રોડ અવધ સોસાયટી ખાતે રહેતા દીપકભાઈ નારણભાઈ રામોલિયા જાતે પટેલ (32)એ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના બેલા ગામની સીમ આવેલ 66 કેવી સબ સ્ટેશન પાસે તેને પોતાનું બાઈક નંબર જીજે 10 સીજે 0211 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 25,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અને આ અંગેની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના બેલા ગામે રહેતા હસમુખભાઈ વલ્લભભાઈ (35) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી