મોરબીમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી મોરબીની મહિલા પાસેથી ફાઇનાન્સ કંપનીએ વધુ વસુલેલ રૂપિયા વ્યાજ સહિત પરત અપાવતું ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીના પ્રવેશદ્વાર સમાન શનાળા રોડે દબાણ હટાવતા કમિશ્નર: શહેર હાર્ટ સમાન નહેરૂ ગેઇટ ચોકમાં સફાઈ કયારે ? 30 સાલ બેમિસાલ કાર્યક્રમની તૈયારી માટે મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં મિટિંગ યોજાઇ મોરબીમાં આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું: દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી સાત જગ્યાએ મારામારી: ઇજા પામેલા નવ લોકો સારવારમાં મોરબીમાં રોડ સાઈડમાં નહીં ડીવાયડરની વચ્ચો વચ્ચ કારનું પાર્કિંગ !: અકસ્માત થાય તો જવાબદાર કોણ ? મોરબી સાયન્સ કોલેજના વર્ષ 2005 ના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
Breaking news
Morbi Today

હળવદના સમલીથી ચરાડવા આવતા રસ્તે બાઇક ખૂંટીયા સાથે અથડાતાં યુવાનનું મોત


SHARE











હળવદના સમલીથી ચરાડવા આવતા રસ્તે બાઇક ખૂંટીયા સાથે અથડાતાં યુવાનનું મોત

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતો યુવાન સમલી ગામ બાજુથી રાત્રિના સમયે પોતાનું બાઈક લઈને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેના બાઈકની આડે ખુટિયો ઉતર્યો હતો અને તેની સાથે બાઇક અથડાતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને ગળાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવની મૃતકના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે.

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે ભરવાડ વાસમાં રહેતો દિનેશ છેલાભાઈ મુંધવા જાતે ભરવાડ (33) નામનો યુવાન હળવદ તાલુકાના સમલી ગામેથી ચરાડવા ગામે પોતાનું બાઈક નંબર જીજે 36 એજી 7263 લઈને આવતો હતો ત્યારે રસ્તામાં તેના બાઈકની આડે ખૂટીયો આવ્યો હતો જેની સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જેમાં યુવાનને ગળાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતકના પિતા છેલાભાઈ મોતીભાઈ મુંધવા જાતે ભરવાડ (55) રહે ભરવાડવાસ ચરાડવા વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી છે જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ટ્રેક્ટર પલટી ગયું

મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા દેવાયતભાઈ વરજાંગભાઈ કુંભારવાડીયા (39) ફડસરથી આમરણ જતા રસ્તામાં ટ્રેક્ટર પલટી મારી જતા તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ જીલુભાઇ ગોગરા ચલાવી રહ્યા છે  






Latest News