મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત
Breaking news
Morbi Today

મોરબીમાં ટાટા પાવર લિમિટેડ કંપનીનું ઇઝી ચાર્જ સર્વિસ સ્ટેશન અપાવવાનું કહીને વેપારી યુવાન સાથે 24.67 લાખની ઠગાઇ


SHARE

















મોરબીમાં ટાટા પાવર લિમિટેડ કંપનીનું ઇઝી ચાર્જ સર્વિસ સ્ટેશન અપાવવાનું કહીને વેપારી યુવાન સાથે 24.67 લાખની ઠગાઇ

મોરબીના યુવાને ટાટા પાવર લિમિટેડ કંપનીનું ઇઝી ચાર્જ સર્વિસ સ્ટેશન મેળવવા માટે થઈને કંપનીનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ ગઠિયાઓ દ્વારા કાવતરું રચીને તેને ટાટા કંપનીના એમ્પ્લોય હોવાની ઓળખ આપવામાં આવી હતી. અને ત્યારબાદ તેની પાસેથી ડોક્યુમેન્ટ મેળવીને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં 24.67 લાખ રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા અને ત્યારે બાદ વાહન ચાર્જિંગ માટેનું ઇઝી ચાર્જ સર્વિસ સ્ટેશનની ડીલરશીપ આપવામાં આવી ન હતી અને મોરબીના વેપારી યુવાન સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ત્રણ વ્યક્તિઓની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ હરિહરનગરમાં રહેતા અને કે.કે. ઇલેક્ટ્રોનિકના પ્રોપરાઇટર તથા ડાયરેક્ટર દર્શનભાઈ કિરીટભાઈ શાહ જાતે વાણીયા (27)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ નંબર 86534 95255 તેમજ રવિ કુમાર જેનો મોબાઈલ નંબર 90881 22986 તથા ટોલ ફ્રી નંબર 1800 833 2233 અને ધરાવનાર ઓથોરાઈઝડ વ્યક્તિ તથા વપરાશ કરતાની સામે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના લાતી પ્લોટ શેરી નં-2 પાસે તેની કેકે ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન આવેલ છે અને તેઓએ ટાટા પાવર લિમિટેડ કંપનીના વપરાશ કરતા તેમજ ધારણ કરતા ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કર્યો હતો અને તેના માધ્યમથી મોબાઈલ નંબર 86534 95255 ના ધારોકે પોતે ટાટા કંપનીનો એમ્પ્લોય હોવાની ઓળખ આપી હતી અને ફરિયાદી યુવાનને ઇઝી ચાર્જ સર્વિસ સેન્ટરની ડીલરશીપ માટે રવિકુમારનો સંપર્ક કરવા માટે કહ્યું હતું.

ત્યારે રવિકુમારે પોતે ટાટા કંપનીમાં સિનિયર એમ્પ્લોય છે તેવી ઓળખ આપીને સર્વિસ સ્ટેશન ની ડીલરશીપ આપવાની ખાતરી અને વિશ્વાસ આપલે હતો અને ત્યારબાદ યુવાન પાસેથી ડોક્યુમેન્ટ અને અલગ અલગ બેન્ક એકાઉન્ટ આપી રૂપિયા જમા કરાવવા માટે ઈમેલ મારફતે ટાટા કંપનીના બેન્ક એકાઉન્ટ નંબર તથા રૂપિયાની વિગત મોકલી હતી અને ફરિયાદીને આરોપીઓએ જણાવેલ ખાતામાં રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું જેથી બેન્ક એકાઉન્ટમાં કુલ મળીને 24.67 લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા છતાં ફરિયાદીને ઇઝી ચાર્જ સર્વિસ સેન્ટરની ડીલરશીપ આપવામાં આવી ન હતી અને આરોપીઓએ ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી છે જેથી વેપારી યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આઈપીસી કલમ 419, 114 તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66 (બી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News