મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના ઈશ્વરનગર ગામે જુગારની રેડ: 15,900 ની રોકડ સાથે 6 પકડાયા


SHARE













હળવદના ઈશ્વરનગર ગામે જુગારની રેડ: 15,900 ની રોકડ સાથે 6 પકડાયા

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 15,900 ની રોકડ કબજે કરી હતી અને તેની સામે હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગ માહિતી ત્યારે હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે તળાવની પાળ ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ ઝાલરીયા (48), જગદીશભાઈ માવજીભાઈ ચડાસણીયા (50), લાલજીભાઈ પ્રેમજીભાઈ પટેલ (54), પરસોતમભાઈ મગનભાઈ વીડજા (40), કાંતિલાલ કેશવજીભાઈ કાલરીયા (45) અને વિનોદભાઈ કરસનભાઈ રૂપાલા (55) રહે બધા ઈશ્વરનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 15,900 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે ચોકમાં વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દોષમહમદભાઈ મામદભાઈ કટિયા (50) રહે જુના વાડા વિસ્તાર રેલવે સ્ટેશન પાસે માળિયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 440 ની રોકડ કબજે કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે






Latest News