માળીયા (મી)ના વર્ષામેડી નજીક ટ્રક પાછળ ટ્રક અથડાવનાર વાહન ચાલકનું મોત
ટંકારા નજીક ટ્રક ચાલકે ઓવરટેક કરીને બ્રેક કરતાં એમ્બ્યુલન્સ પાછળ ઘૂસી ગઈ: ઇજા પામેલ ડ્રાઈવર સારવારમાં
SHARE
ટંકારા નજીક ટ્રક ચાલકે ઓવરટેક કરીને બ્રેક કરતાં એમ્બ્યુલન્સ પાછળ ઘૂસી ગઈ: ઇજા પામેલ ડ્રાઈવર સારવારમાં
મોરબીનો યુવાન એમ્બ્યુલન્સ લઈને રાજકોટ હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટંકારાથી આગળ જબલપુર તરફ જવાના રસ્તા પાસે તેની એમ્બ્યુલન્સનો ટ્રક ચાલકે ઓવરટેક કર્યો હતો અને ત્યારબાદ ટ્રક ચાલકે પોતાના વાહનને બ્રેક મારતા એમ્બ્યુલન્સ ટ્રકમાં પાછળના ભાગે અથડાઈ હતી અને જેથી એમ્બ્યુલન્સના ચાલકને પેટના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી માટે તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મકરાણીવાસ સિલ્વર પાર્કમાં રહેતા અને એમ્બ્યુલન્સમાં ડ્રાઇવિંગ કરતા શરીફભાઈ ઉસ્માનભાઈ સોલંકી જાતે સિપાઈ (34) નામનો યુવાનએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 11 ટીટી 9786 ના ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા ગામથી આગળ આર્ય વિદ્યાલય સામે જબલપુર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી ફરિયાદી પોતાના હવાલા વાળી એમ્બ્યુલન્સ ગાડી નંબર જીજે 18 જી 8697 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીએ પોતાના ટ્રકથી તેની એમ્બ્યુલન્સ ગાડીનો ઓવરટેક કર્યો હતો અને ત્યારબાદ ટ્રક ચાલકે આગળ જઈને પોતાના વાહનને બ્રેક કરી હતી જેથી પાછળ આવી રહેલ એમ્બ્યુલન્સ ટ્રકમાં અથડાઈ હતી અને અકસ્માતના બનાવમાં એમ્બ્યુલન્સનું સ્ટેરીંગ ફરિયાદી યુવાનના પેટના ભાગે વાગ્યું હતું જેથી તેને શરીરે ગંભીર ઇજા થવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વૃદ્ધ સારવારમાં
મોરબી તાલુકાના બીલીયા ગામે રહેતા મનસુખભાઈ છગનભાઈ સાણંદિયા (63) નામના વૃદ્ધ મોરબીથી બીલીયા ગામ તરફ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે બગથળાથી બીલીયા વચ્ચેના રસ્તા ઉપર આવેલ પોલિપેકના કારખાના સામે તે ચાલુ બાઈકે પોતાના હેલ્મેટને સરખું કરતા હતા ત્યારે બાઇકનું બેલેન્સ ન રહેતા તે નીચે પડી ગયા હતા અને તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી