વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં એક સપ્તાહ સુધી હર ઘર તિરંગા અભિયાનની તડામાર તૈયારી


SHARE













મોરબી જિલ્લામાં એક સપ્તાહ સુધી હર ઘર તિરંગા અભિયાનની તડામાર તૈયારી

સરકાર દ્વારા સમગ્ર દેશમાં ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા પર્વની પૂર્વે હર ઘર તિરંગાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અન્વયે ગુજરાત રાજ્યમાં પણ દેશને સ્વતંત્રતા અપાવનાર સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને યાદ કરવા, લોકોમાં દેશ ભક્તિનો માહોલ ઉભો કરવા અને તિરંગા પ્રત્યે લોકોની આત્મીયતા વધુ સુદ્રઢ્ય બને તે હેતુથી હર ઘર તિરંગાઅભિયાન ઉજવવામાં આવનાર છે.

 જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ૮ ઓગસ્ટ તથા ૯ ઓગસ્ટ દરમિયાન જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં દેશભક્તિની થીમ ઉપર રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. યુવા વિકાસ અધિકારીની કચેરી તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, હર ઘર તિરંગા થીમ આધારિત ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવનાર છે. 

મોરબી પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ મોરબી ચીફ ઓફિસર દ્વારા ૧૨ ઓગસ્ટના રોજ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ૧૨ ઓગસ્ટના રોજ ટંકારા ખાતે, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ૧૧ ઓગસ્ટના રોજ માળિયા ખાતે, હળવદ પ્રાંત અધિકારી દ્વારા ૧૧ ઓગસ્ટના રોજ હળવદ ખાતે તેમજ વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા ૧૨ ઓગસ્ટના રોજ વાંકાનેર ખાતે તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત કાર્યક્રમોના દિવસો દરમિયાન પોલીસ પરેડ (સ્પેશિયલ તિરંગા માર્ચ, આન બાન ઓફ તિરંગા), કાર્યક્રમને અનુરૂપ બેનર, પોસ્ટર, પેમ્પ્લેટ અને પત્રિકાઓના વિતરણ થકી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેમજ એસ.ટી. બસ પર હર ઘર તિરંગાના સંદેશ લગાડવા સહિતના આયોજનો કરવામાં આવનાર છે. આ કાર્યક્રમોમાં સહભાગી થવા જિલ્લાના તમામ નાગરિકોને જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News