હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાંથી બેન્કનો કર્મચારી ટ્રેનિંગમાં જવાનું કહીને પાંચ મહિનાથી ગુમ


SHARE









મોરબીમાંથી બેન્કનો કર્મચારી ટ્રેનિંગમાં જવાનું કહીને પાંચ મહિનાથી ગુમ

મોરબી શહેરના શનાળા રોડ ઉપર માર્કેટયાર્ડની સામેના ભાગમાં આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતો અને બેંકમાં નોકરી કરતો યુવાન ગત માર્ચ મહિનામાં ટ્રેનિંગમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો ત્યારબાદ તે હજુ સુધી ઘરે ભારત આવેલ નથી અને તેનો કોઈ જગ્યાએથી પતો લાગતો નથી જેથી કરીને ગુમ થયેલા યુવાનના પત્ની દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ કરવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા ખુશ્બુબેન રવિભાઈ ત્રિવેદી (30)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ રવિભાઈ મહેન્દ્રભાઈ ત્રિવેદી (31) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી વાળા ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુમ થયેલા રવિભાઈ ત્રિવેદીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ યુવાન ગત તા. 18/3/2024 ના રોજ રાત્રિના 12 વાગ્યે અમદાવાદ બેંકની ટ્રેનિંગમાં જવાનું છે તેવું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ તે ઘરે પરત આવેલ નથી અને કોઈ જગ્યાએથી તેનો પતો પણ લાગ્યો નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલા યુવાનના પત્ની દ્વારા ગુમસુધા ફરિયાદ આપવામાં આવી છે જેના આધારે પોલીસે તે યુવાનની શોધખોળ હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે અને ગુમ થયેલ યુવાન બેંકનો કર્મચારી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં મહેન્દ્રનગર પાસે આવેલ સમર્પણ હોસ્પિટલની પાછળના ભાગમાં રહેતા ખીમજીભાઈ બાબુભાઈ ખરા (29) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી

બાળક સારવારમાં

મોરબીમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ ભારતનગર સોસાયટીમાં રહેતા રહેમાન રમજાનભાઈ ઝાલા (15) નામના બાળકને સાંજે 6:00 વાગ્યાના અરસામાં રીલીફનગર પાસે સાયકલ લઈને જતો હતો ત્યારે અજાણ્યા છોકરા સાથે તેને ઝઘડો થયો હતો જેથી તેને માથાના ભાગે બેટ મારવામાં આવતા ઈજા પામેલા બાળકને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરતાં પોલીસને બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની વાત કરી છે




Latest News