લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા અને તાલુકા સેવા સદનમાં ચેકિંગ: 18 અધિકારી-કર્મચારી ગેરહાજર !


SHARE









મોરબી જિલ્લા અને તાલુકા સેવા સદનમાં ચેકિંગ: 18 અધિકારી-કર્મચારી ગેરહાજર !

મોરબી જિલ્લામાં આવેલી વિવિધ વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીઓમાં કર્મચારીઓ તથા અધિકારીઓ સમયસર આવે છે કે નહી તેની ચકાસણી કરવા બાબતે જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીની સુચનાનુસાર વિવિધ નાયબ કલેક્ટરઓની ટીમ બનાવીને તા.8 ના રોજ ૧૦-૩૦ કલાકે તાલુકા સેવા અને જિલ્લા સેવા સદનમાં જિલ્લા કક્ષાની વિવિધ કચેરીઓમાં આકસ્મિક  ચેકિંગ કરવામાં આવ્યું હતું.

મોરબીના કલેક્ટરની સૂચના હેઠળ મોરબીમાં સિવિલ હોસ્પિટલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નાયબ નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી, S.S.N.L.ની વિવિધ બ્રાંચ કેનાલની કચેરીઓ, S.S.N.L. ડિવિઝનલ ઓફિસ, સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટની કચેરી, ના.કા.ઇ. યોજના બાંધકામ પેટા વિભાગ તથા ના.કા.ઇ. ક્ષાર અને અંકુશ પેટા વિભાગની કચેરી ખાતે તપાસણી કરવામાં આવી હતી. જે અન્વયે કચેરી સમય દરમિયાન વિવિધ કચેરીઓમાં તપાસણી સમયે કુલ 18 અધિકારી અને કર્મચારીઓ ગેરહાજર હતા.

આ ચકાસણી દરમિયાન જે અધિકારી અને કર્મચારીઓ કચેરીમાં ગેરહાજર હતા તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા સંબંધિત કચેરીના વડાઓને સુચના આપવામાં આવી હતી. આ અનુસંધાને દરેક સરકારી અધિકારી અને કર્મચારીઓ નિયત સમયે તેમની કચેરીએ આવે અને પ્રજાલક્ષી કામગીરી કરે તેમજ નિર્ધારીત સમય સુધી કચેરીમાં બેસી કામગીરી કરે તે પ્રકારે કલેક્ટર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈન્ચાર્જ અધિકારીઓ કચેરીમાં કયા દિવસે હાજર રહે છે. તેનું બોર્ડ લગાવવા પણ સુચના આપવામાં આવી હતી તેવું મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.




Latest News