વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા અને તાલુકા સેવા સદનમાં ચેકિંગ: 18 અધિકારી-કર્મચારી ગેરહાજર !


SHARE













મોરબી જિલ્લા અને તાલુકા સેવા સદનમાં ચેકિંગ: 18 અધિકારી-કર્મચારી ગેરહાજર !

મોરબી જિલ્લામાં આવેલી વિવિધ વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીઓમાં કર્મચારીઓ તથા અધિકારીઓ સમયસર આવે છે કે નહી તેની ચકાસણી કરવા બાબતે જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીની સુચનાનુસાર વિવિધ નાયબ કલેક્ટરઓની ટીમ બનાવીને તા.8 ના રોજ ૧૦-૩૦ કલાકે તાલુકા સેવા અને જિલ્લા સેવા સદનમાં જિલ્લા કક્ષાની વિવિધ કચેરીઓમાં આકસ્મિક  ચેકિંગ કરવામાં આવ્યું હતું.

મોરબીના કલેક્ટરની સૂચના હેઠળ મોરબીમાં સિવિલ હોસ્પિટલજિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાયબ નિયામકઅનુસુચિત જાતિ કલ્યાણની કચેરી, S.S.N.L.ની વિવિધ બ્રાંચ કેનાલની કચેરીઓ, S.S.N.L. ડિવિઝનલ ઓફિસસીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટની કચેરીના.કા.ઇ. યોજના બાંધકામ પેટા વિભાગ તથા ના.કા.ઇ. ક્ષાર અને અંકુશ પેટા વિભાગની કચેરી ખાતે તપાસણી કરવામાં આવી હતી. જે અન્વયે કચેરી સમય દરમિયાન વિવિધ કચેરીઓમાં તપાસણી સમયે કુલ 18 અધિકારી અને કર્મચારીઓ ગેરહાજર હતા.

આ ચકાસણી દરમિયાન જે અધિકારી અને કર્મચારીઓ કચેરીમાં ગેરહાજર હતા તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા સંબંધિત કચેરીના વડાઓને સુચના આપવામાં આવી હતી. આ અનુસંધાને દરેક સરકારી અધિકારી અને કર્મચારીઓ નિયત સમયે તેમની કચેરીએ આવે અને પ્રજાલક્ષી કામગીરી કરે તેમજ નિર્ધારીત સમય સુધી કચેરીમાં બેસી કામગીરી કરે તે પ્રકારે કલેક્ટર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈન્ચાર્જ અધિકારીઓ કચેરીમાં કયા દિવસે હાજર રહે છે. તેનું બોર્ડ લગાવવા પણ સુચના આપવામાં આવી હતી તેવું મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.






Latest News