મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને ફિનાઇલમાં એસિડ મિક્ષ કરીને પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત


SHARE













મોરબીમાં બીમારીથી કંટાળીને ફિનાઇલમાં એસિડ મિક્ષ કરીને પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં યોગીનગરમાં રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે ફિનાઇલમાં એસિડ મિક્સ કરીને પી લીધું હતું જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી ચાલુ સારવારે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી યોગીનગર સોસાયટી બ્લોક નંબર 107 માં રહેતા વિનુબેન મગનભાઈ સીચણાંદા (64) એ પોતે પોતાના ઘરની અંદર હતા ત્યારે ફિનાઇલમાં એસિડ મિક્સ કરીને તે પી ગયા હતા જેથી કરીને વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સર્વે દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી કરીને મોરબીની સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે, મૃતક વૃદ્ધાને ચામડી અને પગની બીમારી હતી જેની દવા પણ ચાલુ હતી અને આ બીમારીથી કંટાળી જઈને પોતે પોતાની જાતે આ પગલું ભર્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આરોપી પકડાયો

મોરબી તાલુકા વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને જીવલેણ અકસ્માતના બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે આરોપી કિશન મુકેશભાઈ કુકવા (19) રહે. શીતળા માતા મંદિર પાસે મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News