વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના આરો પ્લાન્ટના રૂમમાં યુવાને અંતિમ પગલુ ભર્યુ
વાંકાનેર શહેર-તાલુકા પોલીસે પકડેલા ૬૬.૬૭ લાખના દારૂ-બિયરના જથ્થાનો નાશ કર્યો
SHARE
વાંકાનેર શહેર-તાલુકા પોલીસે પકડેલા ૬૬.૬૭ લાખના દારૂ-બિયરના જથ્થાનો નાશ કર્યો
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની અગાઉ રેડ કરીને દાકૂ બિયરનો જથ્થો પકડવામાં આવ્યો હતો તેને નાશ કરવા માટેની કોર્ટ પાસેથી મંજુરી મેળવીને અધિકારીઓની હાજરીમાં ૬૬,૬૭,૭૩૫ ના દારૂની જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને તેનો નાશ કર્યો હતો.
વાંકાનેરના ડીવાયએસપી એસ.એચ સારડાની સુચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનટ વિસ્ચારમાં ઇંગ્લીશદારૂના અલગ-અલગ કુલ- ૩૩ ગુન્હાઓમાં પકડાયેલ મુદ્દામાલ જેમા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ૭૩૫ બોટલો જેની કિંમત ૨,૧૫,૨૯૫, વાંકાનેર તાલુકા પોલીસની ૪૮૭૦ બોટલો તથા બીયર ૭૦૯૬ ટીન જેની કુલ કિંમત ૬૪,૫૨,૪૪૦ થાય છે તે દારૂનો નાશ કરવાની મંજુરી કોર્ટ તરફથી મળતા વાંકાનેર- ચોટીલા હાઇવે પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરર્થ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે બન્ને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ કુલ ૧૨૭૦૧ દારૂની બોટલો તથા બિયર ટીન જેની કુલ કિંમત ૬૬,૬૭,૭૩૫ ના માલ ઉપક રોડ રોલર ફેરવીને તેનો નાશ કરેલ છે. આ તકે વાંકાનેરના પ્રાંત અધિકારી એસ.એમ ગઢવી, ડીવાયએસપી એસ.એચ સારડા વાંકાનેર સીટી પીઆઇ એચ.વી.ઘેલા તથા વાંકાનેર તાલુકા પીએસઆઇ એલ.એ ભરગા સહિતના હાજર રહ્યા હતા.