વાંકાનેરના ઢુવા નજીક કારખાનાના લેબર ક્વાર્ટરની છત ઉપર મોબાઇલમાં વાત કરતા સમયે નીચે પડતાં યુવાનનું માથું ફાટી જવથી મોત
SHARE
વાંકાનેરના ઢુવા નજીક કારખાનાના લેબર ક્વાર્ટરની છત ઉપર મોબાઇલમાં વાત કરતા સમયે નીચે પડતાં યુવાનનું માથું ફાટી જવથી મોત
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં બીજા માળની છત ઉપરથી મોબાઇલમાં વાત કરતા સમયે કોઈપણ કારણોસર યુવાન નીચે પટકાયો હતો અને સીધું માથું જમીનમાં અથડાતા તેનું માથું ફાટી જવાના કારણે તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી હતી.
વર્તમાન સમયમાં મોબાઇલનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને સોશિયલ મીડિયાના કારણે લોકો મોબાઇલમાં 24 કલાક રચ્યા પચ્યા રહેતા હોય તેવો ઘાટ જોવા મળતો હોય છે તેવામાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ આઈકા સીરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો દિલજલે સામલીયા (18) નામનો યુવાન લેબર ક્વાર્ટરની બીજા માળની છત ઉપરથી નીચે પટકાતા તેનું માથું જમીનમાં અથડાયું હતું જેથી માથું ફાટી જવાના કારણે તેને ગંભીર ઇજા થઈ હતી અને આ બનાવની તાત્કાલિક 108 ને જાણ કરવામાં આવતા 108 ની ટીમ ઘટના પહોંચી હતી અને યુવાનના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ કરનાર અરવિંદભાઈ રવજીભાઈ બેરાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાન કારખાનામાં લેબર કવાર્ટરની છત ઉપર મોબાઇલમાં વાત કરતો હતો અને વાત કરતા સમયે કોઈ કારણોસર તે ઉપરથી નીચે પટકાતા તેને માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું જેની પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ફરીદભાઈ કમરૂદભાઈ રાઠોડ (22) નામના યુવાને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના લાલપર ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ધનજીભાઈ દેવજીભાઈ જાદવ (67) અને દુર્ગાબેન વિજયભાઈ બડધા (30) રહે બંને પરશુરામ પોટરીના લેબર કવાર્ટર વાળાને ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી