મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ડમ્પરનું હાઇડ્રોલિક નીચે પડતાં ડોકનો ભાગ દબાઈ જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીમાં ડમ્પરનું હાઇડ્રોલિક નીચે પડતાં ડોકનો ભાગ દબાઈ જવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના ભડિયાદ ગામ પાસે આવેલ અમુલ મિનરલ નામના કારખાનામાં હાઇડ્રોલિકથી ડમ્પરના ઠાઠાનો ભાગ ઉંચો કર્યો હતો એન યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે યુવાન ઉપર હાઇડ્રોલિક પડતા ચેસીસ અને ડમ્પરની વચ્ચે યુવાનની ડોકનો ભાગ દબાઈ ગયો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું. ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો દેવાણંદભાઈ રણમલભાઈ કુંભારવાડીયા (32) નામનો યુવાન મોરબી તાલુકાના ભડિયાદ ગામ પાસે આવેલ અમુલ મિનરલ નામના કારખાના કમ્પાઉન્ડમાં ડમ્પર ઊભું રાખીને ત્યાં હાઇડ્રોલિકથી ડમ્પરના ઠાઠાનો ભાગ ઉંચો કરીને કામ કરી રહ્યો હતો દરમિયાન અકસ્માતે હાઇડ્રોલિક નીચે પડતા ચેસીસ અને ડમ્પરની વચ્ચે આ યુવાનનો ડોકનો ભાગ દબાઈ ગયો હતો જેથી કરીને યુવાનને ગંભીર ઇજા થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરાએ કરી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર બાઈક સાથે બાઈક અથડાવવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં જયદીપ બેચરભાઈ જીંજવાડિયા રહે. એસઆર પંપની પાછળ ત્રાજપર મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનવાની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News