મોરબી નજીક બાઈક સાથે બાઇક અથડાવાની બે ઘટનામાં ઇજા પામેલા બે યુવાનો સારવારમાં
હળવદ-મોરબી બસને સીધી રાજકોટ કરવા વિભાગીય નિયામકને રજુઆત
SHARE
હળવદ-મોરબી બસને સીધી રાજકોટ કરવા વિભાગીય નિયામકને રજુઆત
હળવદ-મોરબી બસને સીધી રાજકોટ કરવા બાબતએ અહિંના જાગૃત નાગરીક અને એસટી વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ રાજકોટ વિભાગીય નિયામકને રજુઆત કરેલ છે.
ઉપરોકત વિષયે તેઓએ વધુમાં જણવેલ છે કે ઉપર મુજબનો રૂટ હળવદથી સવારે ઉપડીને મોરબી આવે છે અને મોરબી આવીને પરત ધ્રાંગધ્રા જાય છે.આ તદન બીન જરૂરી બસ ચાલે છે.આ સમયે ભીમકટા સુરેન્દ્રનગરની બસ ઉપડે જ છે જે પણ ધ્રાંગધ્રા જાય છે.તેથી બંને બસો પેરેલલ થાય છે જો આ હળવદ મોરબી બસને સીધી રાજકોટ કરવામાં આવે અને હળવદથી સવારે ૫-૩૦ નો ટાઈમ રાખવામાં આવે તો અહીયા હળવદ ખાતે આવતી રેલ્વે ટ્રેઈન બરેલી ભુજ મા આવતા મુસાફર જનતા ને આ બસનો લાભ મળી શકે તેમ છે અને આ બસને હળવદ રાજકોટ લોકલ રાખવી જરૂરી છે જેથી હળવદ થી મોરબી આવતા ગ્રામ્ય મુસાફરનો લાભ મળે હાલમાં હળવદ થી બાંટવા સવારે ૫-૪૫ ઉપડે છે જે એકસપ્રેસ હોય ગ્રામ્ય વિસ્તારની જનતા લાભ લઈ શકતી નથી તેમજ મોરબી ધ્રાંગધ્રા જવા માટે સવારે ધણીજ બસો ચાલુ છે તો આ બસ સવારે ૭–૦૦ વાગ્યે ધ્રાંગધ્રા ચાલુ છે તે બીજ જરૂરી છે ને નિગમને એડા સાથે બે બસ ઉપડે છે જે નુકશાન કર્તા છે તો હળવદ નાઈટ પડી રહેતી બસ ને હળવદ રાજકોટ સવારે ૫-૩૦ નો ટાઈમ રાખવામાં આવે અને રેલ્વે ને મુસાફરનો આ બસનો લાભ મળે તે ધણુજ જરૂરી છે આ બાબતે યોગ્ય તપાસ કરીને આગળની કાર્યવાહી કરવા મારી વિનંતી છે.