મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ


SHARE





મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ હોય અને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર અસામાજિક તત્વોને ન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યું છે ત્યારે ગુરુવારની રાત્રે 10:30 વાગ્યાના અરસામાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રંગોલી આઇસ્ક્રીમ પાસેથી સોની યુવાન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે એક્સેસ સ્કૂટરમાં આવેલા બે શખ્સોએ સાઇડ કાપવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ બે પૈકીના એક શખ્સે યુવાનને છરીના ત્રણ ઘા જીકી દીધા હતા જેથી ગંભીર રીતે ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી હત્યાના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે અને મોરબી નજીવી વાતમાં મોરબીમાં સોની વેપારીની હત્યા કરવામાં આવેલ હોય આજે સોની બજાર બંધ રાખવામાં આવેલ છે.

મોરબીમાં સનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં આવેલ ભક્તિનગર- 2 માં રહેતા મૌલિક રસિકલાલ આડેસરા (41)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 2 શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેનો નાનો ભાઈ જતીનભાઈ રસિકલાલ આડેસરા (36) કામ સબબ તેઓની કાર નંબર જીજે 36 એ એફ 4464 લઈને રાજકોટ ગયો હતો અને ત્યાંથી તે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં પરત મોરબી આવ્યો હતો ત્યારે તેની સાથે કારમાં ફરિયાદીના બહેન ચેતનાબેન તથા જતીનભાઈના માસાજી સસરા કિશોરભાઈ અને તેમના પત્ની દીનાબેન પણ બેઠેલા હતા.

દરમિયાન સનાળા રોડ પર આવેલ રંગોલી આઇસ્ક્રીમ પાસેથી તેઓની કાર પસાર થઈ રહી હતી ત્યારે એક્સેસ સ્કૂટર ઉપર આવેલા બે શખ્સો દ્વારા વાહનનો ઓવરટેક કરવા બાબતે જતીનભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરીને માથાકૂટ કરી હતી અને ત્યારે બે પૈકીનાં એક શખ્સે તેની પાસે રહેલ છરી વડે ફરિયાદીના ભાઈ જતીનભાઈને છાતી, પડખા અને બેઠકના ભાગે છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા અને ત્યારબાદ સ્કૂટર ઉપર આવેલા શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા.

જો કે, ગંભીર રીતે ઈજા પામેલા જતીનભાઈએ ફરિયાદીને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી જેથી કરીને ફરિયાદી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ જતીનભાઈ ને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને હત્યાના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

સોની યુવાનની હત્યાના પગલે આજે સોની બજાર બંધ

ગઈકાલે મોડી રાત્રે વાહનનો ઓવરટેક કરવા બાબતે મોરબીમાં થયેલ બોલાચાલી ઝઘડામાં સોની યુવાનને છરીના ત્રણ જીવલેણ ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા જેથી કરીને સારવાર દરમિયાન જતીનભાઈ રસિકલાલ આડેસરા નામના સોની યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો મોરબીમાં પડ્યા છે અને આજે મોરબી શહેરમાં સોની બજાર સદંતર બંધ રાખીને આ ઘટનાનો સજ્જડ વિરોધ વેપારીઓ દ્વારા કરવામાં આવશે અને ખાસ કરીને અવારનવાર મોરબીમાં હુમલા, જીવલેણ હુમલો, હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી વગેરે જેવી જે ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે તેને લઈને ક્યાંકને ક્યાંક મોરબી શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે તેવું વેપારીઓમાં ચર્ચા રહ્યું છે




Latest News