મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીનું ધરમપુર ગામ નશાની હાલતમાં માથે લેનારની હત્યાના ગુનામાં પોલીસે આઠ આરોપીની કરી ધરપકડ


SHARE









મોરબીનું ધરમપુર ગામ નશાની હાલતમાં માથે લેનારની હત્યાના ગુનામાં પોલીસે આઠ આરોપીની કરી ધરપકડ

મોરબી તાલુકાના ધરમપુર ગામે સમવારે બપોરના સમયે નશાની હાલતમાં બે શખ્સો દ્વારા ગામ માથે લેવામાં આવ્યું હતું અને આટલું જ નથી તેઓ હાથમાં સળીયા અને ધોકા લઈને ગામની મહિલાઓને માર મારતા હતા જેથી કરીને આ બે શખ્સોને ગ્રામજનોએ માર માર્યો હતો. જેથી નશાખોર શખ્સોને  સારવાર માટે મોરબી સિવિલે લઈ જવામાં આવ્યા હતા ત્યારે પણ આ બંને શ્ખ્સોએ માથાકૂટ કરી હતી જેથી કરીને પોલીસે મથકે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ એક શખ્સને પાછો સારવાર માટે સિવિલે લઈ આવ્યા હતા ત્યાં તેનું મોત નીપજયું હતું જેથી કરીને મારા મારીનો બનાવ હત્યામાં પલટયો હતો અને ગઇકાલે મૃતકની પત્નીએ ધરમપુર ગામના નવ લોકોની સામે હત્યાની ફરિયાદ નોંધવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં આઠ આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી તાલુકાના ધરમપુર ગામે કોળીવાસ વિસ્તારમાં સોમવારે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં  શખ્સો નશાની હાલતમાં લાકડાના ધોકા તેમજ સળિયા અને પથ્થર વડે ગામની મહિલાઓને માર મારતા હતા જેથી કરીને ત્યાં રહેતા લોકોએ આ બંનેને માર માર્યો હતો મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નવા ધરમપુર ગામે ભરત રામજીભાઇ પરમાર જાતે કોળી (ઉમર ૩૦) તેમજ જગદીશ દુદાભાઇ ઠાકોર (ઉમર ૨૭)ને ગામના લોકોએ માર માર્યો હતો જે પૈકી સારવારમાં ભરત રામજીભાઇ પરમારનું મોત  નીપજયું હતું અને તેની પત્નીએ ગામના નવ લોકોની સામે ફરિયાદ નોંધાવી હતી ગામના લોકો પાસેથી મળતી માહિતી મુજબ ચંદ્રિકાબેન પ્રવીણગીરી ગોસ્વામી (ઉમર ૪૫) ની દુકાન બંધ કરવાનું કહીને ભરત અને જગદીશે નશાની હાલતમાં ગામને માથે લીધું હતું અને આ શખ્સો ધરમપુર ગામની મહિલાઓને લાકડાના ધોકા અને સળિયા વડે માર મારતા હતા જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ પણ થયો છે ત્યારે ગામના લોકોએ તેને સમજાવ્યા છતાં નશાખોર શખ્સો ગામની મહિલા અને લોકોની સાથે માથાકૂટ કરતાં હોવાથી તેને ગામના લોકોને સ્વબચાવમાં માર માર્યો હતો કેમ કે, નશો કરેલા શખ્સો મહિલો સહિતના લોકોને આડેધડ માર મારતા હતા

જયારે ગામના લોકોએ તે બંને શખ્સોને માર માર્યો પછી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા અને ત્યાં પણ મૃતક ભરત કોળી દ્વારા હોસ્પિટલ માથે લેવામાં આવી હતી જેથી તેને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યો હતો ત્યાર બાદ તેને પુન: હોસ્પિટલે સારવારમાં લઇ જવાયો હતો અને ત્યારે સારવારમાં ભરત રામજીભાઈ પરમાર જાતે કોળીનું મોત નીપજ્યું હતું અને મારમારીનો બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઘટનામાં મૃતક ભરત રામજીભાઈ કોળીની પત્ની મંજુબેને ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને અને ઝઘડામાં તેઓના પતિ ભરતભાઈ જે તે સમયે સામેલ હતા તે વાતનો રોષ રાખીને લાકડાના ધોકા અને પથ્થર વડે ભરતભાઇ અને જગદીશભાઈને માર મારવામાં આવ્યો હતો જેથી ભરતભાઈનું મોત નીપજયું છે અને તેની ફરિયાદના આધારે પોલીસે જાદવભાઈ ઉર્ફે જાદાભાઈ, બેચર ભરવાડ, બેચાર ભરવાડનો ભાઈ સલિયો ભરવાડ, મયલો કોળી, મયલા કોળીનો ભાઈ સંજય કોળી, બળિયો કોળી, બળિયા કોળીના સંબંધી વાડીએથી રહેવા આવેલા છે તે, શિવો કોળી અને શિવા કોળીનો દીકરો બાબો કોળી આમ કુલ નવ સામે હત્યા અને રાયોટિંગ સહિતનું કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો

હત્યાના આ ગુનાની તપાસ ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પીઆઇ ગોઢાણિયા અને તેની ટિમ દ્વારા કરવામાં આવી રહી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે જાદવભાઈ ઉર્ફે જાદાભાઈ લધુભાઈ વડેચા (ઉ.વ ૩૫), બેચરભાઈ ગોવિંદભાઈ રાવા (ઉ.વ .૩૩), શૈલેશભાઈ ઉર્ફે સલિયો હકાભાઈ રાવા (ઉ.વ. ૨૯), મહીપતભાઈ ઉર્ફે મયલો માધુભાઈ ઉપસરીયા (ઉ.વ ૩૬), સંજયભાઈ ઉર્ફે સંજલો માધુભાઈ ઉપદરીયા (ઉ.વ .૩૦), બળદેવભાઈ ઉર્ફે બળીયો રવજીભાઈ ઉપસરીયા (ઉ.વ ૨૫), શિવાભાઈ કાનજીભાઈ દારોરા (ઉ.વ. ૩૫) અને રમેશભાઈ ઉર્ફે બાબો શિવાભાઈ દારોરા (ઉ.વ ૩૩) રહે બધા જ ધરમપુર વાળાની ધરપકડ કરેલ છે અને હજુ આ ગુનામાં એક આરોપીને પકડવાનો બાકી છે




Latest News