હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

હળવદના બુટવડા ગામે નદીના પાણીમાં તણાઇ ગયેલા આધેડનો ચાર દિવસે મૃતદેહ મળ્યો


SHARE













હળવદના બુટવડા ગામે નદીના પાણીમાં તણાઇ ગયેલા આધેડનો ચાર દિવસે મૃતદેહ મળ્યો

હળવદ તાલુકાના બુટવડા ગામ પાસેથી પસાર થતી નદીમાં ચાર દિવસ પહેલા આધેડ તણાઈ ગયા હતા જેની ડેડબોડી ગઈ કાલે સવારે મળી આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતા રમતુભાઇ બેચરભાઈ ઝાપડા (50) નામના આધેડ સાયકલ ચલાવીને બુટવડા ગામે નદી પાસે પાણી હતું ત્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ નદીમાં પાણીમાં તણાઈ ગયા હતા જેથી તેની શોધખોળ કરવામાં આવતી હતી જેનો મૃતદેહ ગઈકાલે સવારે 10:15 વાગ્યાના અરસામાં મળી આવ્યો હતો જેથી કરીને આ અંગેની મૃતકના ભાઈ રમેશભાઈ બેચરભાઈ ઝાપડા (39) રહે. બુટવડા વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધનું મોત

મોરબી શહેરમાં આવેલ ગાંધી ચોક પાસે બીમાર હાલતમાં સુતેલા વૃદ્ધને સારવાર માટે થઈને સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન વિરેન્દ્રકુમાર રામરતનભાઇ વિશ્વકર્મા (70) રહે એન્ટિક સીરામીક મોરબી વાળાનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News