મોરબીમાં ત્રણ રેડમાં દારૂની નવ બોટલ ઝડપાઇ, 200 લિટર દારૂ સાથે 3 પકડાયા: માળિયામાંથી 800 લિટર આથો ઝડપાયો વાંકાનેરના દલડી ગામ પાસે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને આધેડને બે શખ્સોએ લાકડાના ધોકાથી માર માર્યો મોરબીના બેલા ગામ પાસે સીરામીક કારખાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર શહેરમાં જુગારની ચાર રેડ: નવ શખ્સ પકડાયા


SHARE











મોરબી-વાંકાનેર શહેરમાં જુગારની ચાર રેડ: નવ શખ્સ પકડાયા

મોરબી અને વાંકાનેર શહેરમાં જુગારની ચાર રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને નવ શખ્સોને પકડવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગરના એક શખ્સનું નામ સામે આવ્યું હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેર શહેરના વેલનાથ પરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કાનજીભાઈ ધનજીભાઈ દેત્રોજા (36), મનીષભાઈ જગદીશભાઈ ઉઘરેજા (42), અજયભાઈ ધનજીભાઈ દેત્રોજા (23), તુષારભાઈ મનસુખભાઈ વડેચા (30), મનોજભાઈ ધીરુભાઈ વિંજવાડીયા (37) અને રોહિતભાઈ પાંચાભાઇ બારૈયા (22) રહે બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 11,250 ની રોકડ કબજે કરીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર શહેરમાં સ્ટેશન રોડ ઉપર પાણીના પરબ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 15,200 ની રોકડ કબજે કરી હતી અને આરોપી સાહિલ હનીફભાઈ ભટ્ટી (22) રહે. નવાપરા સામે આશીર્વાદ પેટ્રોલ પંપની પાછળ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં તે વરલીના આંકડાની કપાત જુનેદભાઈ યાકુબભાઈ ભટ્ટી રહે. ટાવર પાસે પોસ્ટ ઓફિસ પાછળ સુરેન્દ્રનગર વાળા પાસે કરાવતો હોવાનું સામે આવતા બંને શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે અને જુનેદભાઈ ભટ્ટીને પકડવા માટે પોલીસે તજવી શરૂ કરી છે

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં નર્મદા હોલ પાસે ચકલા પોપટના જુગાર માટેનું સાહિત્ય લઈને નીકળેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી 430 ની રોકડ કબજે કરી હતી અને આરોપી સુનિલભાઈ લાભુભાઈ ધામેચા (33) રહે. વજેપર શેરી નં- 21 વાળાની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે તો મોરબીના માળીયા હાઇવે રોડ ઉપર આવેલ વસુંધરા હોટલ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મીનપ્રસાદ ઉર્ફે રોહિત વસંતપ્રસાદ ભૂસાલ (22) રહે. કૂલીનગર-1 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 2,420 ની રોકડ કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News