મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નવરાત્રી અન્વયે જિલ્લા કક્ષાએ રાસ ગરબા સ્પર્ધા યોજાશે


SHARE







































મોરબી જિલ્લામાં નવરાત્રી અન્વયે જિલ્લા કક્ષાએ રાસ ગરબા સ્પર્ધા યોજાશે

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં યોજનાર છે. આ સ્પર્ધા માટે ફોર્મ ભરવાની અંતિમ તા. ૧૦/૯/૨૦૨૪ છે.

આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનારની વય ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ની રાખી શકાશે અને સાથે સંગીત ગાયન વગેરે માટે ૪ વ્યક્તિ રાખી શકાશે અને ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી તા. ૧૦/૯  સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. ૨૫૭, તાલુકા સેવા સદન, બીજો માળ, લાલબાગ મોરબી-૨ ખાતે રૂબરૂ જમા કરાવવાનો રહેશે. વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર ૦૨૮૨૨ ૨૪૧૮૪૪ પર સંપર્ક કરી શકાશે. સમય મર્યાદા પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગતવાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.














Latest News